National

થાઈલેન્ડ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, દિલ્હી પરત ફર્યું વિમાન

નવી દિલ્હી: ઈન્ડિગોની ફ્લાઈટમાં (Indigo Filght) ફરી એકવાર ટેક્નિકલ ખામી (Technical glitch) સર્જાતા ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરી તેને દિલ્હી (Delhi) પરત લાવવામાં આવ્યું હતું,. મળતી માહિતી અનુસાર દિલ્હીથી ફૂકેટ-થાઈલેન્ડ (Thailand) જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. અને ત્યાર બાદ ફ્લાઈટને દિલ્હી પરત ફરવું પડ્યું. જેના કારણે યાત્રીઓને ઘણી મુશ્કેલો વેઠવી પડી હતી. યાત્રીઓ માટે હવે બીજા ફ્લાઈટની વ્યવસ્થા કરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર ફ્લાઈટના ટર્નબેક દરમિયાન સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ઈન્ડિગોની ફ્લાઈટ 6E-1763 ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 6.41 કલાકે થાઈલેન્ડ માટે ઉડાન ભરી હતી. પરંતુ ટેક-ઓફના થોડા સમય બાદ જ ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઈટને દિલ્હી એરપોર્ટ પર પરત લેન્ડિંગ કરવવામાં આવ્યું હતું. ફ્લાઇટ ફરીથી સવારે 7.31 વાગ્યે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી.

ટેકનિકલ ખામી બાદ પાયલટે પ્લેન પરત કરવાનો નિર્ણય લીધો
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે ટેક ઓફ કર્યા બાદ અચાનક જ વિમાનમાં ટેકનિકલ ખામી હોવાનું જાણવા મળ્યું હતું, ત્યાર બાદ ઈન્ડિગોના પાયલટે સાવચેતીભર્યું લેન્ડિંગ માટે પરવાનગી માંગી. આ પછી એટીસીએ વિમાનને લેન્ડ કરવાની મંજૂરી આપી. આ દરમિયાન સંપૂર્ણ ઈમરજન્સી લેન્ડિંગની જાહેરાત કરવામાં આવી હતી. અને વિમાનને દિલ્હી એરપોર્ટ પર સફળ રીતે લેન્ડિંગ કરાવ્યું હતું.

એક એરપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી જણાયા બાદ ઈન્ડિગોના પાયલટે સાવચેતીભર્યું લેન્ડિંગ કરવાનું કહ્યું, ATCએ લેન્ડિંગ કરવાની મંજૂરી આપી અને પ્રક્રિયા મુજબ સંપૂર્ણ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દિલ્હીથી ફૂકેટ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E1763 દિલ્હીથી ટેક-ઓફ કર્યા બાદ ટેક્નિકલ સમસ્યાના કરાણે ફરી દિલ્હી પરત ફર્યું હતું. જેના કારણે યાત્રીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

ફ્લાઈટનું લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને ઉતારીને ટર્મિનલ બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે આગળની કામગીરી માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફૂકેટની ફ્લાઇટ માટે મુસાફરોને વૈકલ્પિક એરક્રાફ્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ એરલાઈન તરફથી મુસાફરોને થયેલી અસુવિધા માટે દિલગીર વ્યક્ત કરી હતી.

આ અગાઉ પણ નવેમ્બરની શરૂઆતમાં એર ઈન્ડિયા A320 એરક્રાફ્ટ VT-EXV, જે AI-951 (હૈદરાબાદ-દુબઈ) 143 મુસાફરોને લઈને જઈ રહ્યું હતું ત્યારે તેને પીળી હાઈડ્રોલિક સિસ્ટમની નિષ્ફળતાને કારણે મુંબઈ તરફ વાળવામાં આવ્યું હતું. ત્યાર બાદ આવી જ એક ઘટના કન્નુરથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટને પણ ટેક્નિકલ ખામીના કારણે મુંબઈ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.

Most Popular

To Top