Entertainment

જેકલીનની મુશ્કેલીઓ વધી: મની લોન્ડરિંગ કેસમાં કરાઈ 8 કલાક સુધી પૂછપરછ

નવી દિલ્હી : ફિલ્મ અભિનેત્રી (Film Actress) જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) બુધવારે મહાઠગ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar) સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના (Money Laundering Case) સંબંધમાં દિલ્હીમાં EOW ઓફિસમાં હાજર થઈ હતી. આ કેસમાં અભિનેત્રીની લગભગ આઠ કલાક સુધી પૂછપરછ ચાલી હતી. ડીસીપી કક્ષાના અધિકારી(DCP Officer) ઓએ પૂછપરછ કરી હતી. હાલમાં, તેને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવશે. વરિષ્ઠ અધિકારીઓ જેકલીનના જવાબો પર ચર્ચા કરશે, ત્યારબાદ તેઓ નક્કી કરશે કે ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવે કે નહીં.

પિંકી ઈરાની અને જેકલીનના અલગ-અલગ નિવેદનો નોંધવામાં આવ્યા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પહેલા પિંકી ઈરાની અને જેકલીનના અલગ-અલગ નિવેદનો નોંધવામાં આવ્યા હતા, ત્યારબાદ બંનેને સામસામે બેસીને પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જેકલીને પૂછપરછ દરમિયાન કેટલાક સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું. ઘણા સવાલો પર ઈરાની અને જેકલીનના જવાબો મેળ ખાતા નથી. પિંકી ઈરાનીએ જ સુકેશ ચંદ્રશેખર અને જેકલીન ફર્નાન્ડિઝને મળવાનું કરાવ્યું હતું.

જેક્લીન ત્રીજા સમન પર હાજર થઈ હતી
દિલ્હી પોલીસની EOW શાખાએ આ પહેલા પણ બે વાર (12 સપ્ટેમ્બર અને 29 ઓગસ્ટ) જેકલીનને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ જેકલીન પોલીસ સમક્ષ હાજર થઈ ન હતી. ત્રીજું સમન જારી કરીને દિલ્હી પોલીસે અભિનેત્રીને હાજર થવા માટે કડક સૂચના આપી હતી.

જેકલીન સુકેશ વિશે જાણતી હતી
215 કરોડની છેતરપિંડીના કેસમાં EDએ જેકલીન ફર્નાન્ડીઝ સામે ચાર્જશીટ પણ દાખલ કરી છે. જેકલીન પર આરોપ છે કે સુકેશ ચંદ્રશેખરે તેને લગભગ 7 કરોડ રૂપિયાની જ્વેલરી ગિફ્ટ કરી હતી. આ ઉપરાંત લગભગ 9-9 લાખની કિંમતની 3 પર્શિયન બિલાડીઓ, લગભગ 52 લાખ રૂપિયાની કિંમતનો એક અરેબિયન ઘોડો, 15 જોડી કાનની બુટ્ટી એટલે કે કોઇલ, હીરાના સેટ, કિંમતી ક્રોકરી, ગુચી અને ચેનલ જેવી મોંઘી બ્રાન્ડની ડિઝાઇનર બેગ, હતી. બે ગૂચી પોશાક, લૂઈસ વીટનના જૂતાની કેટલીક જોડી, બે હમી બ્રેસલેટ, એક મીની કૂપર કાર, પહેરવા માટે મોંઘી રોલેક્સ ઘડિયાળો પણ ભેટમાં આપી.

સુકેશ ચંદ્રશેખર સાથે જેકલીનની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી
ઇડીએ ચાર્જશીટમાં કહ્યું હતું કે જેકલીન ઠગ સુકેશના કાળા કારનામાથી વાકેફ હતી પરંતુ તેમ છતાં તેણે તેની મોંઘી ભેટ સ્વીકારી હતી. જેકલીન દેશ છોડીને ના જઈ શકે, EDની ચાર્જશીટ મુજબ જેકલીન સામેના આરોપો વ્યાજબી છે કે નહી અને ત્યાર બાદ જ ટ્રાયલ આગળ ધપાવવામાં આવશે. હાલમાં જેકલીનને વિદેશ જવાની પરવાનગી નથી. EDએ જણાવ્યું છે કે સુકેશ ચંદ્રશેખરે ડિસેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 દરમિયાન જેકલીન ફર્નાન્ડિસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અગાઉ તેણે કોલનો જવાબ આપ્યો ન હતો.

Most Popular

To Top