SURAT

હાથમાં ચાકુ લઈ બાઈક પર જોખમી સ્ટંટ કરતા સુરતના 3 યુવાનોનો વીડિયો વાયરલ

સુરત: સુરત શહેરમાં અસામાજિક તત્વોમાં (Antisocial Elements) હવે ખાખીનો કોઈ ખોફ રહ્યો નથી. બદમાશ તત્વો વિચલિત કરે તેવા વિડીયો (Video) બનાવીને લોકોના માનસપટલ ઉપર વિપરીત અસર પહોંચાડી રહ્યાં છે. હજુ ગયા અઠવાડિયે જ ભેસ્તાન વિસ્તારમાં કેટલાક લુખ્ખા તત્વોએ માત્ર સોશિયલ મીડિયા (Social Media) ઉપર પ્રસિદ્ધી મેળવવા માટે જીપ ઉપર આપત્તિજનક વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો. ત્યારે હવે વિચલિત કરતો વધુ વિડીયો વાયરલ (Viral) થયો છે. પાંડેસરા વિસ્તારમાં કેટલાક છેલબટાઉ અને લબરમુછિયા ટાઈપના દેખાતા યુવકો મોટરસાયકલ ઉપર તેજ રફ્તારથી હંકારી રહ્યા છે અને સાથે-સાથે હાથોમાં છરા જેવા ઘાતક હથિયાર બતાવી વિડીયો વાયરલ કર્યો હતો.જેને જોઈ હવે એવું ફલિત થઈ રહ્યું છે કે, આવા તત્વો જાણે કાયદાની તો ઐસી તૈસી કરી રહ્યા છે.

વિડીયો પાંડેસરા વિસ્તારનો હોવાની પુષ્ટિ થઇ રહી છે
મોટરસાયકલ ઉપર ઘાતક છરા લઇને નીકળી પડેલા લબરમૂછિયાઓએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. રાત્રીના સમયે ત્રણ સવારી મોટરસાયકલ હંકારીને વિડીયો બનવવામાં આવ્યો હતો. વાયરલ થયેલો આ વિડીયો સુરતના પાંડેસરા વિસ્તારનો હોવાનું પણ સામે આવ્યું છે. આ વિડીયો ખુબજ આપત્તિજનક કહી શકાય અને યુવાન માનસ પટલ ઉપર તેની ખુબ જ વિપરીત અસર કરે છે. જોકે વિડીયો જોઈને યુઝર્સ અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યાં છે. અને આવા તત્વો સામે કાયદાકીય પગલાં ભરવાની પણ માંગ કરી રહ્યા છે.

સુરતમાં કાયદાની ઐસી તૈસી
શહેરમાં કાયદાની ઐસી તૈસી સમજતા આ પ્રકારના અસામાજિક તત્વો ઉપર લગામ કરવાની માંગો ઉઠી રહી છે. સોશિયલ મીડિયા ઉપર રીલ્સ બનાવવાના ચક્કરમાં અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં ગંદી માનસિકતા ધરાવતા આ યુવકો ધાક અને દહેશત જમાવવા માટે અવાર-નવાર આવા વિડીયો વાયરલ કરે છે જેને લઇને યુવાઓની માસિકતા ડોહળાઈ જતી હોઈ છે.હવે આવા તત્વોને પોલીસને પાંજરે પુરવાની પણ લોકોમાં માંગણી ઉઠી રહી છે.

સતત આગહ કરવા છતાં સુધરવાનું નામ નથી લઇ રહ્યા
સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલાક તત્વો વિડીયો બનાવીને દહેશત ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા અનેક વાર જાહેરનામાંઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે. કાયદાને ઘોળીને પી ગયેલા આવા તત્વો ઉપર લગામ કસવી જરૂરી બની છે. અને જીવને જોખમમાં મૂકી તેવા સ્ટંટ કરીને તેમના અને લોકોના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોઈ છે.

Most Popular

To Top