Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઈ: (Mumbai) મુંબઈ ક્રૂઝ પાર્ટી ડ્રગ્સ (Drugs) કેસમાં આરોપી આર્યન ખાન (Aryan Khan)ની ધરપકડ કરાઈ છે ત્યારે હવે તેની અસર તેના પિતા બોલિવૂડ બાદશાહ શાહરુખ ખાન (Shah Rukh Khan) પર પણ જોવા મળી રહી છે. શાહરૂખ ખાનને મોટો ઝટકો લાગ્યો છે. દેશની સૌથી મોટી એડટેક સ્ટાર્ટઅપ કંપની બાયજૂસે (BYJU’S) શાહરુખ ખાનની તમામ જાહેરાતો રોકી દીધી છે. શાહરુખ ખાન વર્ષ 2017થી બાયજૂસનો બ્રાન્ડ એમ્બેસેડર છે. પ્રી-બુકિંગ હોવા છતાંય એડ રિલીઝ કરવામાં આવી નથી. આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થયા બાદ શાહરુખ માટે આ મોટો ઝટકો છે. શાહરુખની સ્પોન્સરશિપ ડીલ્સમાંથી બાયજૂસ સૌથી મોટી બ્રાન્ડ હતી.

આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થતાં જ સો.મીડિયા યુઝર્સે BYJU’Sને શાહરુખના બ્રાન્ડ-એમ્બેસેડર સામે સવાલ કર્યો હતો. યુઝર્સે સવાલ કર્યો હતો કે જે પોતાના દીકરાને સાચવી નથી શકતો તે બીજાના બાળકને શું સાચવવાનો. સો.મીડિયામાં વિવાદ થતાં શાહરુખ ખાનની એડ હાલ પૂરતી અટકાવવી દેવામાં આવી છે. જણાવી દઈએ કે આર્યન ખાનની ધરપકડ થયા બાદ ખાન ફેમિલિ તથા ખાસ કરીને શાહરૂખ ખાન અને આર્યન ખાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે.

એડવાન્સ બુકિંગ છતાં બાયજૂસે શાહરુખની તમામ જાહેરખબર બંધ કરી દીધી છે. કિંગ ખાનની સ્પૉન્સરશિપ ડીલ્સમાં બાયજૂસ સૌથી મોટી બ્રાન્ડ છે. આ ઉપરાંત શાહરુખ પાસે હ્યુન્ડાઇ, રિલાયન્સ જિયો, એલજી, દુબઈ ટુરિઝમ જેવી કંપનીની જાહેરખબર છે. રિપોર્ટ્સ પ્રમાણે બાયજૂસ બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે શાહરુખ ખાનના વાર્ષિક 3-4 કરોડની ચૂકવણી કરે છે.

શાહરૂખ ખાનના ડ્રાઇવરને NCB એ મોકલ્યું સમન્સ

જણાવી દઈએ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ ડ્રગ્સ કેસની તપાસ ઝડપી કરી દીધી છે. દરરોજ આ મામલે નવા નવા લોકોના નામ સામે આવી રહ્યા છે, અને તેમને પૂછપરછ માટે એનસીબી ઓફિસ બોલાવવામાં આવી રહ્યા છે. શનિવારે પણ એજન્સીને બોલીવુડ એક્ટર શાહરૂખ ખાન (Shahrukh Khan) ના ડ્રાઇવરને સમન્સ જાહેર કર્યું છે અને તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અત્યારે તેમની સાથે એનસીબી ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલાં એનસીબીએ આર્યન ખાનના નજીકના મિત્ર શ્રેયસ નાયરની પૂછપરછ બાદ ધરપકડ કરી લીધી હતી. આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને શ્રેયસ નાયર ત્રણેય સ્કૂલના મિત્ર છે અને ત્રણેય મુંબઇની ધીરૂભાઇ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એકસાથે ભણતા હતા.

To Top