SURAT

સુરતના મહિધરપુરાના આ ગેસ્ટ હાઉસમાંથી કૂટણખાનું ઝડપાયું

સુરત: (Surat) સુરતમાં મહિધરપુરા (Mahidharpura) પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાંથી કૂટણખાનું (Brothel) ઝડપાયું છે. અહીં AHTU ટીમ અને ક્રાઈમ બ્રાંચની (Crime Branch) ટીમે રેડ પાડી 4 મહિલા, ગ્રાહકો અને સંચાલક સહિત 7 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂપિયા સહિત 49 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી ધરી છે. પોલીસે 4 લલનાઓને મુક્ત કરાવી હતી. લોકોની 24 કલાક અવર જવર રહે છે તેવા વિસ્તારમાં આ ગોરખધંધો ચાલતો હોવાથી સ્થાનીય લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે રેલવે સ્ટેશન વિસ્તારમાં આદર્શ ગેસ્ટ હાઉસમાં (Adarsh Guest House)  ધમધમતું કુટણખાનું ઝડપી પાડી ત્યાંથી ચાર લલનાઓને મુક્ત કરાવી હતી. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે ગેસ્ટ હાઉસના માલિક, દલાલ, મેનેજર અને બે ગ્રાહકની ધરપકડ કરી રોકડા 10,450 રૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ 42,950 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મહિધરપુરા સુરત રેલવે સ્ટેશન ગૂડઝ યાર્ડ નજીક લંબેહનુમાન ગરનાળા તરફના સબરસ હોટલ પાસે આવેલા આદર્શ ગેસ્ટ હાઉસમા લોહીનો વેપાર ચાલતો હોવાની શંકાને આધારે પોલીસે તપાસ કરતા મહિલાઓ સહિત ગ્રાહકો અને સંચાલક મળી આવ્યા હતા.

પોલીસની તપાસ દરમ્યાન દલાલો પાસેથી 4 મહિલાઓને દેહવેપાર માટે હોટલમાં બોલાવી ગ્રાહકોને શરીર સુખ માણવા માટેની સવલતો પુરી પાડવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. ગેસ્ટ હાઉસમાં કૂટણખાનું ચલાવી દલાલોના માધ્યમથી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. લાલદરવાજા શિવાંજલી રો હાઉસ ખાતે રહેતા સંજયભાઇ જમીયતરામ તમાકુવાલાની પોલીસે અટકાયત કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે હ્યુમન ટ્રાફિંગના ગુનાઓ શોધી કાઢવા તથા તે ગુનાના ભોગ બનનારને શોધી કાઢી મુક્ત કરાવવા કાયદેસરની કાર્યવાહી કરવા AHTU/મીસીંગ સેલના પી. આઇ. જી. એ. પટેલ તથા તેમની ટીમને સુચના આપવામાં આવી હતી. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટને મહિધરપુરા ખાતેના ગેસ્ટ હાઉસના એક રૂમમાંથી કોલકત્તા અને પ.બંગાળની ચાર લલનાઓને મુક્ત કરાવી હતી. જેઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે તેમને ગેસ્ટ હાઉસના એક રૂમમાં રાખતા હતા. ગ્રાહકો પાસેથી તેઓ 1,000 રુપિયા વસુલતા હતા. ગેસ્ટ હાઉસમાં કૂટણખાનું ચલાવી દલાલોના માધ્યમથી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top