National

અમને મુસ્લિમ વોટ જોઈતા નથી, મુખ્યમંત્રી કેમ આવું બોલ્યા..?

નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આજે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (assam cm himanta biswa sarma) આવ્યા હતા. વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા બિસ્વાએ કહ્યું કે, ચૂંટણીમાં અમને મુસ્લિમ સમાજના વોટ જોઈતા નથી. (We Do Not Want A Muslim Vote) મેં નક્કી કરી લીધું છે કે મને મુસ્લિમ વોટ જોઈતા નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે મારા કાર્યકાળ દરમિયાન હું તેઓ માટે કામ નહીં કરું. મુખ્યમંત્રીએ કહ્યું કે, 5 વર્ષ મિત્ર બનીને રહીશ અને તેઓ માટે વિકાસકાર્યો પણ કરીશ.

એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમાં પધારેલા હિમંતા બિસ્વા સરમાએ આસામ, NRC, મુસ્લિમ ધ્રુવીકરણ, બીફ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો બિન્ધાસ્તપણે રજૂ કર્યા હતા. મુખ્યમંત્રી બિસ્વાએ કહ્યું કે, આસામમાં મુસ્લિમ સહિત તમામ વર્ગો માટે વિકાસ કામ થઈ રહ્યાં છે, પરંતુ ચર્ચા માત્ર અતિક્રમણ હટાવો અભિયાનની જ થાય છે.

  • જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તેઓ અમારા માટે વોટ કરશે નહીં અને અમે તેમના મત ઈચ્છતા નથી. વ્યર્થમાં બંને પક્ષનો સમય કેમ બરબાદ કરવો જોઈએ?

CM બિસ્વાએ કહ્યું કે, PM આવાસ હેઠળ 4.5 લાખ મુસ્લિમોને આવાસ આપવામાં આવી રહ્યાં છે. અમે અમારા આસામના મુસ્લિમો સાથે સંવાદ સેતુ સાધી રહ્યાં છે. તેઓના ઉત્થાન માટે કાર્ય કરી રહ્યાં છે. જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, તમે એમ કહો છો કે, તમને મિયાં વોટ નહીં જોઈએ? તેના જવાબમાં સરમાએ કહ્યું કે, હું એકવાર ફરી કહું છું કે બસ, એટલે કે મને નથી જોઈતા. એટલા માટે નહીં કે તેઓ વોટ આપશે નહીં.

  • પ્રચાર દરમિયાન હું મુસ્લિમ વિસ્તારોમાં ગયો નથી. એટલે કોઈ હિંસા થઈ નહીં. ચૂંટણી શાંતિપૂર્વક પૂરી થઈ છે.

CM બિસ્વાએ પોતાની વાત સમજાવતાં કહ્યું કે, આ પહેલાં કે તમે મારો પ્રેમ પ્રસ્તાવનો અસ્વીકાર કરો, કેમ નહીં હું પહેલાં જ તમને ઠુકરાવી દઉં. તેઓ સાથે અમારો કોઈ રાજકીય સંબંધ નથી. હું જાણું છું કે મુસ્લિમ અમારા માટે વોટ કરશે નહીં. હું પણ તેમના વોટ ઈચ્છતો નથી. પરંતુ તે અમારા મિત્ર બનશે. હું તેમનો દોસ્ત બનીશ. પાંચ વર્ષ અમે મિત્ર રહીશું. અમે એ સુનિશ્ચિત કરીશું કે વિકાસ થાય.

ચૂંટણી દરમિયાન મુસ્લિમ મતો અંગે બોલતા CM સરમાએ કહ્યું કે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તેઓ અમારા માટે વોટ કરશે નહીં અને અમે તેમના મત ઈચ્છતા નથી. વ્યર્થમાં બંને પક્ષનો સમય કેમ બરબાદ કરવો જોઈએ? બિસ્વાએ કહ્યું કે આ એક તરીકેનો કરાર છે. અમે તેમના માટે કામ કરીશું, હું તેમને વોટ માંગી હેરાન નહીં કરું, તેઓ મને વોટ આપશે નહીં. કોઈ તકરાર થશે નહીં. સાંપ્રદાયિક તણાવનો સવાલ જ ઉભો થશે નહીં. ચૂંટણી અભિયાન અંગે બોલતા સરમાએ કહ્યું કે, પ્રચાર દરમિયાન હું મુસ્લિમ વિસ્તારોમાં ગયો નથી. એટલે કોઈ હિંસા થઈ નહીં. ચૂંટણી શાંતિપૂર્વક પૂરી થઈ છે.

Most Popular

To Top