Top News

More Posts

   The Latest

Most Popular

સુરત : દેશમાં જાણીતી મયંત્રા (Mantra) ઓન લાઇન (On line) શોપીંગ (Shoping) સાઇટના સ્થાનિક છ જેટલા કર્મચારીઓ દ્વારા કંપનીનો ગ્રાહકો દ્વારા પરત આપવામાં આવતો માલને બદલે હલકી ગુણવત્તાનો માલ પરત મોકલવાનો ચાલકો કારસો કંપની દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. પંદર લાખની કૂર્તી, ડ્રેસ બદલીને પાર્સતમાં મૂળ કંપનીને હલકી કક્ષાનો માલ પધરાવવામાં આવ્યો હતો. તેમાં પોલીસ તપાસમાં મયંત્રા ગ્રુપનો મેનેજર અને સુપરવાઇઝરોનુ ઇન્વોલમેન્ટ બહાર આવતા પૂણા પોલીસ પણ ચોંકી ગઇ હતી. આ મામલે મયંત્રા ઓન લાઇન શોપિંગ કંપનીના સ્ટાફ સામે પૂણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હોવાની વિગત જાણવા મળી છે.

ઓન લાઇન સાઇટમાં તેમનો માલ મોકલે છે
આ મામલે ફરિય્ાદી અંબરીશભાઇ ભૂલાભાઇ મિયાણી રહેવાસી : પ્રયોશા એકઝોટીકા, ડભોલી રોડ , કતારગામ જેઓની દુકાન આશીર્વાદ ટેક્સટાઇલ માર્કેટ પૂણા ખાતે આવેલી છે. તેઓ ઇન્ડો એરો ડિઝાઇનના નામથી વિવિધ ઓન લાઇન સાઇટમાં તેમનો માલ મોકલે છે. છેલ્લા 3 વર્ષથી તેઓ આ વેપાર કરે છે. છેલ્લા કેટલાક સમયથી મયંત્રા સાઇટ પરથી તેઓનો પંદર લાખ જેટલો માલ ગ્રાહકો દ્વારા પરત મોકલવામાં આવ્યો હતો પરંતુ તેમાં તેઓ દ્વારા જે કુર્તી , ડ્રેસ કે સારી મોકલવામાં આવતા હતા તેને બદલે અત્યંત નિમ્ન સ્તરના ડ્રેસ મટિરીયલ પાર્સલમાં પરત આવતા હતા. આ મામલે તેઓએ કપંની સત્તાધીશોને ફરિયાદ કરી હતી. અંદાજે તેઓને 15 લાખનુ નુકસાન આ મામલે થઇ ચૂકયુ છે. મયંત્રા ગ્રુપના (1) નિલેશ ઉર્ફે ભૂષણ સુરેશ પાટિલ જે પીકઅપ બોય છે (2) અઝહર કરીમખાન પઠાન જે બાર સ્કોડ સ્કેનરનુ કામ કરે છે. (3) દિપક રવિન્દ્ર પાટિલ કંપનીનો મેનેજર (4) સશાંક પાટિલ કંપનીનો પીકઅપ બોયનો સમાવેશ થાય છે. આ લોકો દ્વારા ડ્રેસ, કૂર્તી બદલીને જે લોકોને બજારમાં વેચવા માટે આપવામાં આવતી હતી તે પૈકી (1) એજાજ નાસીરખાન (2) મોહમદ એજાજનો સમાવેશ થાય છે. આ લોકો દ્વારા પંદર લાખનો માલ બારોબાર બજારમાં વેચી મારવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ કરવામાં આવી છે.

To Top