Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) સ્ટેટ વિજીલન્સની (State Vigilance) હપ્તાખોરીને કારણે ચોક બજારમાં જુગારના અડ્ડા (Gambling den) પર રેડ પાડવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. આ દરોડામાં ભીનુ સંકેલાયુ હોવાની ચર્ચા છેડાઇ છે. તેમાં દિનેશ અરજણ અને બળદેવ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો પાસેથી 41000નો મુદામાલ પકડાયો હોવાની વિગત જાણવા મળી છે. જયસિંગ કાનજી જોગડિયાને વોન્ટેડ જાહેર કરાયો છે. તેમાં રિક્ષાચાલક પાસે એવું કહેવાય છે કે નોટોના બંડલ નીકળતા સ્ટેટ વિજીલન્સ ચોંકી ગઇ હતી. તેમાં સ્ટેટ વિજીલન્સની સુરતમાં કરવામાં આવેલી દરોડા કાર્યવાહી શંકાના દાયરામાં આવી છે. તેમાં જે સ્થળોએ સ્ટેટ વિજીલન્સ દરોડા પાડે છે તે અડ્ડા અઠવાડિયામાં ચાલુ થઇ જાય છે. થોડા દિવસ પહેલા ઉધનામાં રામુ નામના બુટલેગરને ત્યા કરાયેલા દરોડામાં દોઢ લાખનો માલ પકડાયો હતો. પાંચ જ દિવસમાં રામુનો અડ્ડો ફરીથી ધમધમતો થઇ ગયો છે. આ ઉપરાંત પાંડેસરામાં કૃણાલનો અડ્ડો ધમધમી રહ્યો છે. તેમાં સ્ટેટ વિજીલન્સ દ્વારા અગાઉ દરોડા કરવામાં આવ્યા હતા.

  • સ્ટેટ વિજીલન્સની ટીમ સુરતમાં દરોડા કરે છે અને પાંચ દિવસમાં જુગારની કલબ ફરીથી ચાલુ થઇ જાય છે
  • સ્ટેટ વિજિલન્સના દરોડાના નાટક યથાવત: ઉધનામાં રામુનો અડ્ડો દરોડાના પાંચ દિવસ બાદ ફરીથી ચાલુ થઇ ગયો: પાંડેસરામાં કૃણાલનો અડ્ડો ધમધમી રહ્યો છે
  • પોલીસ ખાતામાં ચર્ચા છેડાઇ છે કે સ્ટેટ વિજીલન્સ દ્વારા જે દરોડા કરાય છે તેમાં ઉચ્ચ અધિકારીઓને અંધારામાં રાખવામાં આવે છે

સ્ટેટ વિજીલન્સના દરોડાની વિડીયોગ્રાફી પણ જરૂરી
હાલમાં પોલીસ ખાતામાં ચર્ચા છેડાઇ છે કે સ્ટેટ વિજીલન્સ દ્વારા જે દરોડા કરાય છે. તેમાં ઉચ્ચ અધિકારીઓને અંધારામાં રાખવામાં આવે છે. દરમિયાન સ્ટેટ વિજીલન્સના દરોડાની હવે વિડીયોગ્રાફી જરૂરી થઇ ગઇ છે. સ્ટેટ વિજીલન્સની ટીમ સુરતમાં દરોડા કરે છે અને પાંચ દિવસમાં જુગારની કલબ ફરીથી ચાલુ થઇ જાય છે. આમ સુરત પોલીસ ઉપરાંત સ્ટેટ વિજીલન્સની મિલીભગત પણ ચર્ચાના દાયરામાં આવી છે.

To Top