Dakshin Gujarat

ઘરમાં પિતા અને પુત્રી વચ્ચે અવાર નવાર કંકાસ ચાલતો જેમાં પિતાએ ઠપકો આપતા પુત્રીએ..

વલસાડ ­: વલસાડ (Valsad) જિલ્લાના નજીકના ગામમાંથી મીના પટેલ નામની યુવતીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ઉપર કોલ (Call) કરી પિતા વારંવાર ઘરમાંથી નીકળી જા તથા મરી જા એમ ઠપકો આપતા હોવાની જાણ કરતા 181 ટીમ જણાવેલા સરનામે મદદ માટે પહોંચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મીના અપરિણીત હોય તથા પિતા રિટાયર્ડ, સરકારી કર્મચારી હોય જેવો હાલ ખેતીનો વ્યવસાય કરતા, જીવનની ભાગદોડ અને વધુ પડતા કામના બોજાના કારણે નાની મોટી બાબતોમાં ચીડવાય જતા હોય જેથી બાપ દીકરી વચ્ચે અવાર નવાર કામની બાબતે તથા અન્ય નાની મોટી બાબતે, ઘર કંકાસ ચાલતો હતો. આમ મીનાને ઝગડો તથા વારંવાર ઘરમાંથી નીકળી જા તથા તું કંઈ કામની નથી મરી જા એમ ઠપકો આપતા હતા. આમ 181 ની મદદ લેતા બંને પક્ષોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. પુખ્તવયના બાળકોને મારવાથી એમનું વર્તન બદલી ન શકાય એ માટે પિતાને સમજાવ્યા બાદ હવે પછી પોતે અપશબ્દો કે કડક વલણ દાખવે નહી તેની ખાત્રી આપતા પિતા-પુત્રી વચ્ચે સુખદ સમાધાન કરાવાયું હતું.

આડા સંબંધના વહેમમાં ઉમરગામની કંપનીના મેનેજરને ચાર ઈસમોએ ફટકાર્યો
ઉમરગામ : આડા સબંધનો વહેમ રાખી ઉમરગામના અચ્છારી માર્ગ પર ખાનગી કંપનીમાં કામ કરતા મેનેજરની કાર રોકી મોટર સાયકલ પર આવેલા ચાર ઈસમોએ માર માર્યો હોવાના બનાવની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામના અચ્છારી ગામે રહેતા અને ગામમાં જ આવેલી કૌશલ રાઇટીંગ ઇન્સ્ટ્રુમેન્ટ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા બ્રજકિશોર ગોપાલસિંહ સિકરવાર (ઉં.વર્ષ 30) સોમવારે બપોરના સમયે પોતાની ઇકો કાર લઈને કરમબેલાથી પરત કંપની ઉપર આવવા નીકળ્યા હતા. ત્યારે અચ્છારી આહિર ફડિયા જાહેર રોડ ઉપર નાડાના પુલ પાસે બે મોટર સાયકલ પર આવેલા ઈસમો પ્રદીપભાઈ ઘોડી (રહે અચ્છારી)એ આડા સંબંધનો વહેમ રાખી તેની સાથે આવેલા ત્રણ અજાણ્યા ઈસમો સાથે ભેગા મળીને તેમની કારને રોકી ઝઘડો કરી વાઇપરનો સળીયો હાથમાં લઇ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવની ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top