Sports

IPL 2023: રિટેન્શન લિસ્ટ પહેલા જ મોટો ધડાકો, મુંબઈ ઈન્ડિયન્સના કિરોન પોલાર્ડે લીધી નિવૃત્તિ

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રિટેન્શન લિસ્ટ (Retention list) બહાર આવે તે પહેલા જ મોટો ધડાકો થયો છે. IPLના સૌથી મોટા ખેલાડીઓમાંના એક કિરોન પોલાર્ડે (Kieron Pollard) ટૂર્નામેન્ટમાંથી નિવૃત્તિ (Retirement) લેવાની જાહેરાત કરી દીધી છે, એટલે કે તે હવે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) રમતા જોવા નહીં મળે.

મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી 13 વર્ષ સુધી રમનાર કિરોન પોલાર્ડ હવે ટીમનો બેટિંગ કોચ બની ગયો છે. કિરોન પોલાર્ડે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર નિવૃત્તિ સંબંધિત માહિતી આપી છે. કિરોન પોલાર્ડનું કહેવું છે કે મારા માટે આ સરળ નિર્ણય નથી રહ્યો, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ સાથે લાંબી ચર્ચા કરીને હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે હવે હું આઈપીએલમાં નહીં રમીશ. જો હું મુંબઈ ઈન્ડિયન્સ સાથે નહીં રમી શકું તો હું કોઈની સાથે નહીં રમીશ. કિરોન પોલાર્ડે લખ્યું કે મુંબઈ ઈન્ડિયન્સે ઘણું બધું હાંસલ કર્યું છે અને હવે અને તે પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. આ કોઈ ઈમોશન ગૂડ બાય નથી કારણ કે મેં મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચનું પદ સ્વીકાર્યું હતું. પોલાર્ડની નિવૃત્તિ સાથે, તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે તેમને નવા બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે.

આઈપીએલના દિગ્ગજ ખેલાડીઓમાં આવે છે પોલાર્ડ
કિરોન પોલાર્ડને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિગ્ગજ ખેલાડી તરીકે જોવામાં આવે છે, તે મુંબઈ ઈન્ડિયન્સ સાથે તેની શરૂઆતથી સંકળાયેલો છે. કિરોન પોલાર્ડે વર્ષ 2010માં દિલ્હીની ટીમ સામે ડેબ્યુ કર્યું હતું, જ્યારે વર્ષ 2022માં તેણે તેની છેલ્લી આઈપીએલ મેચ કોલકાતાની ટીમ સામે રમી હતી.

આઈપીએલના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે કુલ 189 આઈપીએલ મેચ રમી હતી, જેમાં તેણે 16 અડધી સદી સહિત 3412 રન બનાવ્યા હતા. પોલાર્ડના નામે આઈપીએલમાં કુલ 223 સિક્સર છે, જ્યારે તેણે બોલિંગમાં પણ કુલ 69 વિકેટ લીધી હતી. આ જ કારણ છે કે કિરોન પોલાર્ડની ગણતરી IPLના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે.

પોતાના બેટથી તો ક્યારેક બોલ અને અદ્ભુત ફિલ્ડિંગથી મેચને પલટાવવાની ક્ષમતા ધરાવતા કિરોન પોલાર્ડે હંમેશા દર્શકોના દિલ જીતી લીધા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા કિરોન પોલાર્ડ 2013, 2015, 2017, 2019, 2020ની ચેમ્પિયન ટીમનો ભાગ હતા. તે 2011, 2013માં ચેમ્પિયન્સ લીગ જીતનારી ટીમનો પણ ભાગ હતો.

આઈપીએલ ફાઈનલનો બાદશાહ હતો કિરોન પોલાર્ડ…

  • 2010 ફાઈનલ – 10 બોલમાં 27 રન
  • 2013 ફાઇનલ – 32 બોલ 60 રન
  • 2015 ફાઇનલ – 18 બોલ 36 રન
  • 2019 ફાઇનલ – 25 બોલ 41 રન

Most Popular

To Top