National

શ્રદ્ધા મર્ડર કેસમાં સામે આવ્યા એવા તથ્યો કે જાણીને ધ્રૂજી ઉઠશો, લવ જેહાદના એંગલથી તપાસની માંગ

દિલ્હી: (Delhi) દિલ્હીના મહેરૌલીમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી યુવતી શ્રદ્ધા વાકર (26)ની હત્યા કેસમાં (Murder Case) નવો વળાંક આવ્યો છે. શ્રદ્ધા (Shradhha) અને આરોપી યુવક આફતાબ (Aftab) અમીન પૂનાવાલા (28) એકસાથે દારૂ અને સિગારેટનું સેવન કરતા હતા, પોલીસને (Police) આવા અનેક પુરાવા મળ્યા છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે તેઓ એકબીજા સાથે લગ્ન કરવા માંગતા ન હતા. તેઓ નશો કરીને ઝઘડો કરતા હતા. ઘટનાના દિવસે પણ શ્રદ્ધાએ નશાની હાલતમાં વાસણો ફેંકીને આફતાબને મારવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી ગુસ્સે થઈને આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાખી. કાવતરાના ભાગરૂપે આરોપીએ (Accused) શ્રદ્ધાના મૃતદેહનો નિકાલ કર્યો. લાશનો નિકાલ કરવા માટે આરોપીએ ક્રાઈમ પેટ્રોલ અને અંગ્રેજી ફિલ્મો જોઈ હતી. જો પરિવારના સભ્યોએ આફતાબ અને શ્રદ્ધાને પરત લાવવાની કોશિશ કરી હોત તો કદાચ આ હત્યાકાંડ ન બન્યો હોત. બંનેના સંબંધીઓએ તેમને ત્યજી દીધા હતા.

પોલીસ પૂછપરછમાં આરોપી યુવક આફતાબ અમીન પૂનાવાલા (28)એ શ્રદ્ધાના મૃત શરીરના ટુકડા ચાર જગ્યાએ મુક્યા હોવાનું કબુલ્યું હતું. પોલીસને સ્મશાન ઘાટ રોડ નાળા પાસે હિપનો એક ભાગ મળ્યો છે. માત્ર આ ભાગ પરથી જ ખબર પડી છે કે તે એક એક મહિલાનો છે. આરોપીએ શ્રદ્ધાના શરીરને સળગાવીને અનેક ટુકડા કરી નાખ્યા હતા.

થોડા વર્ષો પહેલા 28 વર્ષીય પૂનાવાલાએ રસોઇયા તરીકે તાલીમ લીધી હતી. તેથી તેને ખબર હતી કે આગળ શું કરવું. ફ્રીજની સાથે તેણે માસ કાપવાવાળો છરો પણ ખરીદ્યો હતો. આ પછી તેણે એવું કર્યું જેના વિશે વાંચીને લોકોના રૂવાડા ઉભા થઈ ગયા. તેણે શ્રદ્ધાના શરીરના નાના-નાના ટુકડા કરી નાખ્યા. તેણે કહ્યું કે આ કામ એટલું સરળ નહોતું તેથી તેણે દારૂ પીધો અને છાંટા ન પડે તે માટે તેના ચહેરા પર કપડું બાંધી દીધું. અત્તરની ડઝનબંધ બોટલો અને અગરબત્તીઓ પ્રગટાવવામાં આવી હતી જેથી ચારે બાજુ સુગંધ રહે.

શ્રધ્ધાની હત્યા કર્યા બાદ આરોપીએ શું કર્યું તે અંગે આરોપીએ જણાવ્યું કે, “હું નર્વસ હતો, મને ખબર હતી કે જો હું આ રીતે લાશને ક્યાંક ફેંકી દઈશ તો હું પકડાઈ જઈશ, તેથી જ મેં ઈન્ટરનેટ પર લોકેશન સર્ચ કર્યું. આખી રાત સર્ચ કર્યું. શરીર કાપવા માટે કેવી રીતે અને કેવા પ્રકારના સાધનનો ઉપયોગ થાય છે તે પણ મેં ઈન્ટરનેટ પર સર્ચ કર્યું. મને ગુનાને લગતી વેબ સિરીઝ અને સિરિયલો જોવાનો શોખ છે ત્યાંથી મેં શીખ્યું કે શ્રદ્ધાના મૃત શરીરને કેવી રીતે સાચવવું અને કેવી રીતે પરિવાર અને મિત્રોની વચ્ચે તેને જીવંત રાખવી. તેથી જ હું તેની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી હત્યા બાદ સતત પોસ્ટ કરતો હતો. આ ઘટનાને મેં એકલા હાથે અંજામ આપ્યો છે.

આરોપી દ્વારા શ્રદ્ધાનો ચહેરો સંપૂર્ણપણે બાળી નાંખવામાં આવ્યો હતો. આ માટે આરોપી ખાસ ટોર્ચ ખરીદીને લાવ્યો હતો. જંગલમાંથી હાડકાના રૂપમાં મળેલા મૃતદેહના ટૂકડાઓ પરથી એ જાણી શકાયું નથી કે તે મનુષ્યનું છે કે પ્રાણીનું. આ માટે પોલીસ ફોરેન્સિક તપાસ હાથ ધરશે. મહેરૌલી પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ આફતાબ પર પોલીસ 24 કલાક વોચ રાખી રહી છે. તેની સુરક્ષામાં બેથી ત્રણ પોલીસકર્મીઓ રોકાયેલા છે જેઓ દરેક ક્ષણે તેની પર નજર રાખી રહ્યા છે.

જ્યારથી આ સમાચાર મીડિયામાં આવ્યા છે ત્યારથી છતરપુર પહાડીની ગલી નંબર 1 ના રહેવાસીઓ એ વિચારીને આશ્ચર્યચકિત છે કે છોકરાના ચહેરા પર ક્યારેય કોઈ તણાવ જોવા મળ્યો નથી. તેણે મકાન નંબર 93/1માં 10,000 રૂપિયા મહિનાના ભાડા પર રૂમ લીધો હતો. કોઈએ તેની તરફ શંકાની નજરે જોયું નહીં. પાડોશી કુસુમ લતાએ કહ્યું, “તે એક સામાન્ય વ્યક્તિની જેમ વર્તતો હતો અને તેના ચહેરા પર હંમેશા શાંત ભાવ હતા.” તે 15 મેના રોજ જ આ ફ્લેટમાં આવ્યો હતો અને ત્રણ દિવસ બાદ તેણે શ્રદ્ધા વાકરની હત્યા કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે પૂનાવાલા સામાન્ય રીતે માત્ર ફૂડ ડિલિવરી લેવા અને કરિયાણાની ખરીદી માટે જ બહાર નીકળતો હતો. આજુબાજુના કેટલાક લોકોએ પણ મોડી રાત્રે આફતાબને બહાર જોયો હતો પરંતુ તેમને લાગ્યું કે તે ડ્યુટી પર જઈ રહ્યો છે.

લવ જેહાદ એંગલથી તપાસની માંગ
હૃદયદ્રાવક શ્રદ્ધા હત્યા કેસમાં મૃતકના પિતાએ ‘લવ જેહાદ’ એંગલથી પણ તપાસની માંગ કરી છે. આ સાથે ભાજપ નેતા ગિરિરાજ સિંહે પણ આશંકા વ્યક્ત કરતા નિશાન સાધ્યું છે. શ્રદ્ધાના પિતાનું કહેવું છે કે તેમને લવ જેહાદના એન્ગલ પર શંકા છે. સાથે જ તેમણે કહ્યું કે અમે આફતાબને ફાંસીની સજાની માંગણી કરીએ છીએ. મને દિલ્હી પોલીસ પર વિશ્વાસ છે અને તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. શ્રદ્ધા તેના કાકાની ખૂબ જ નજીક હતી અને મારી સાથે બહુ વાત કરતી નહોતી. હું ક્યારેય આફતાબના સંપર્કમાં નહોતો.

લવ જેહાદના એંગલથી તપાસ થવી જોઈએઃ ભાજપ
ભાજપના નેતા રામ કદમે કહ્યું કે દિલ્હી પોલીસે લવ જેહાદના એંગલથી તપાસ કરવી જોઈએ. શ્રદ્ધાની હત્યા પાછળ લવ જેહાદનો એંગલ છે. આ ષડયંત્ર પાછળ કોણ છે તેની તપાસ થવી જોઈએ. બીજી તરફ ગિરિરાજ સિંહે કહ્યું કે દેશમાં મુસ્લિમોનું લવ જેહાદ મિશન ચાલી રહ્યું છે. લવ જેહાદને કારણે હિન્દુ દીકરીઓ જોખમમાં છે. દિલ્હી પોલીસે લવ જેહાદના એંગલથી મામલાની તપાસ કરવી જોઈએ.

Most Popular

To Top