Top News

More Posts

   The Latest

Most Popular

પલસાણા: (Palsana) કામરેજના વાવ ગામે અજાણ્યા ઈસમની હત્યા (Murder) કરેલી લાશ મળી હતી. જેનો ભેદ જિલ્લા એલસીબીએ ઉકેલી નાંખ્યો હતો. હત્યા કરનાર ઈસમે પોતાના મિત્રને તાંત્રિક વિધિ કરી પૈસા ડબલ (Money Dubbal) કરવાના બહાને શેરડીના ખેતરમાં લઈ જઈ મિત્રના 2 લાખ લઈ તેને ગળામાં કોઇતો મારી હત્યા કરી હતી. સાથે પોલીસે દગાખોર હત્યારા મિત્રને દબોચી લઈ રોકડા રૂ.1.98 લાખ પણ જપ્ત કર્યા હોવાની વિગત સામે આવી છે.

  • વાવમાં તાંત્રિક વિધિ થકી પૈસા ડબલ કરવાની લાલચ આપી હતી
  • મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો ચોકાવનારો કિસ્સો
  • અજાણ્યા ઈસમની હત્યા કરેલી લાશનો ભેદ જિલ્લા એલસીબીએ ઉકેલી નાંખ્યો

મિત્રને તાંત્રિક વિધિ કરી પૈસા ડબલ કરવાની લાલચ આપી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના કાપોદ્રાના ચંચળનગરમાં રહેતા રાહુલ સંતોષ તિવારી પાસે તેનો મિત્ર ધર્મેન્દ્રસિંહ ગંગાસિંહ કુર્મી પટેલને જ્યારે પણ પૈસાની જરૂર પડતી ત્યારે તે રાહુલ પાસે ઉછીના લેતો હતો. હાલ ધર્મેન્દ્રના દીકરાના ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની જરૂર પડતાં ધર્મેન્દ્રએ રાહુલને વિશ્વાસમાં લઈ પોતે પૈસાનો વરસાદ થવાની વિધિ શીખી આવ્યો છે, માટે તું 2 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી નાંખ. પછી આપણી પર નોટોનો વરસાદ થશે તેમ કહી ગત 13મીના રોજ રાહુલ 2 લાખની વ્યવસ્થા કરી બંને કામરેજના વાવ ગામે પારસી ફળિયા નજીક એક શેરડીના ખેતરમાં વિધિ કરાવવાના બહાને લઈ ગયો હતો.

કામરેજ પોલીસે હત્યાનો ગુનો ઉકેલી કાઢ્યો હતો
અને ત્યાં ધર્મેન્દ્ર પટેલ મિત્ર રાહુલ તિવારીને કોયતા વડે ગળામાં ઘા કરી તેની હત્યા કરી નાસી ગયો હતો. આ બનાવ અંગે જિલ્લા એલસીબી દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ લોકેશન મેળવી ગણતરીની દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.આ બનાવમાં કામરેજ પોલીસે રોકડા 1.98 લાખ, મોબાઈલ મળી રૂપિયા 2,04,430નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એ સાથે કામરેજ પોલીસે હત્યાના ગુનામાં લૂંટની કલમ ઉમરી હતી.

To Top