Sports

ભારતે જીત્યો T20 વર્લ્ડ કપ : બાંગ્લાદેશને આપ્યો જોરદાર ઝટકો

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India) ઓસ્ટ્રેલીયામાં યોજેયેલ T20 વર્લ્ડ કપના સેમીફ્યાનલથી આગળ વધી ન શકી. 2021માં યુએઈમાં યોજાયેલા T20 વર્લ્ડકપના લીગ સ્ટેજમાંથી પણ બાહર ફેકાઈ ગઈ હશે પણ ભારત પાસે એક બીજી ક્રિકેટ ટીમ છે જે અધવચ્ચે કયારેય હાલ કબુલ નથી કરતી આ ટીમેં જીતની હેટ્રિક (Wins Hat-trick) તેના નામે કરી છે. લગાતાર ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન (World Champion) બની છે. ભારતને ત્રીજી વખત T20 વિશ્વકપની ટ્રોફી જીતવીને બાજી મારી લીધી હતી. શનિવારે આ ભારતીય ટીમે વર્લ્ડ ચેમ્પિયનની ટ્રોફી તેમાં નામે લખવી દીધી હતી.

  • ભારતની આ ક્રિકેટ ટીમ અધવચ્ચે કયારેય હાલ કબુલ નથી
  • શનિવારે આ ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ ચેમ્પિયનની ટ્રોફી તેમાં નામે લખવી દીધી
  • ભારત પાસે દુનિયાની બેસ્ટ અંધ ક્રિકેટ ટીમ છે

ભારત પાસે દુનિયાની બેસ્ટ બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ છે
ભારત પાસે દુનિયાની બેસ્ટ અંધ ક્રિકેટ ટીમ છે. જેને T20 વર્લ્ડ કપમાં બંગ્લાદેશને પરાજીત કરીને ઈતિહાસ રચી દીધો છે.આ ટીમની ખાસિયત એ રહી હતી કે ટીમના ખેલાડીએ દુનિયાની કોઈ પણ ટીમને ટ્રોફી તેના નામે કરવાનો થોડો પણ મોકો આપ્યો ન હતો. ભારેત ત્રીજા T-20 વર્લ્ડકપની મેજબાની કરી હતી અને સતત ત્રીજી વાર વર્લ્ડ કપ જીતવાની હેટ્રિક કરવાની સિદ્ધિ પણ હાસિલ કરી છે.

ભારતે વર્લ્ડ કપ મોટા માર્જિનથી જીત્યો હતો
ટાઈટલ મેચમાં પહેલા રમતા ભારતીય ટીમે 2 વિકેટે 277 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી રમેશે અણનમ 163 રન બનાવ્યા જ્યારે અજયે 100 રન ઉમેર્યા અને અંત સુધી અણનમ રહ્યો. આટલા મોટા ટાર્ગેટ સામે બાંગ્લાદેશની ટીમે ઘણી કોશિશ કરી હતી પરંતુ રન રેટ જાળવી શકી નહોતી. બાંગ્લાદેશની અંધ ક્રિકેટ ટીમે 3 વિકેટે 157 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે ટાઈટલ મેચ 120 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી. જણાવી દઈએ કે પાકિસ્તાનની ટીમ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકી નથી. પડોશી દેશની બ્લાઈન્ડ ટીમ વિઝાની સમસ્યાને કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર રહી ગઈ હતી, જેના કારણે શરૂઆતમાં વિવાદ થયો હતો.

ભારતની મહિલા T20 શ્ચોરેણીની ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયા આ શ્રેણીમાં ત્રણ મેચ બાદ 2-1થી આગળ છે. શ્રેણીની ત્રીજી મેચમાં ભારતને 173 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓપનર શેફાલી વર્માએ ધમાકેદાર અડધી સદી ફટકારી પરંતુ તે વ્યર્થ ગઈ. ભારતીય ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 151 રન જ બનાવી શકી હતી.

Most Popular

To Top