Dakshin Gujarat

ડાંગમાં હેન્ડ પંપ પર પાડાએ પાણી પીધું અને એક વ્યક્તિ જેલ ભેગો થઈ ગયો

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) જામલાપાડા ગામે બોરીંગ હેન્ડપંપ (Hand pump) પર પાડાને પાણી પીવડાવવા બાબતે બોલાચાલી તેમજ અપશબ્દો બોલી લાકડાનાં ડંડા વડે પીઠનાં તથા હાથમાં ફેક્ચર કરનાર ઈસમને આહવાની કોર્ટે (Court) ત્રણ વર્ષની સાદી કેદ અને બે હજારનો દંડ ફટકાર્યો હતો.

  • ડાંગમાં હેન્ડપંપ પર પાડાને પાણી પીવડાવવા બાબતે થયેલી મારામારીમાં એકને ત્રણ વર્ષની કેદ
  • ડંડા વડે પીઠનાં તથા હાથમાં ફેક્ચર કરનાર ઈસમને આહવાની કોર્ટે ત્રણ વર્ષની સાદી કેદ અને બે હજારનો દંડ ફટકાર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.29-12-2013નાં રોજ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના જામલાપાડા ગામે ફરીયાદી સંદીપ સીતારામ ગાવીત તેના પાડાને બોરીંગ હેન્ડ પંપ પર પાણી પીવડાવવા માટે લઈ ગયા હતા ત્યારે આરોપી શિવરામ સીમગે ગાવીત દ્વારા પાડાને બોરીંગ પર પાણી પીવડાવવા બાબતે બોલાચાલી કરી હતી. અને જાહેરમાં અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાનાં ડંડા વડે ફરિયાદીનાં પીઠનાં ભાગે તથા હાથનાં કાંડામાં સપાટો મારી ડાબા હાથે ફેક્ચર કરી નાખતા ગુનો નોંધાયો હતો. આ બાબતનો કેસ આહવાની કોર્ટમાં ચાલી જતા આહવાનાં જે.એમ.એફ.સી કોર્ટનાં ન્યાયાધીશે આરોપી શિવરામ સીમગે ગાવીતને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂપિયા બે હજારનો દંડનો હુકમ કર્યો છે. આ કેસ બાબતે સરકારી વકીલ એસ.એચ.કોંકણીએ ફરીયાદી તરફે ધારદાર દલીલો કરી દાખલા રૂપ ચુકાદો અપાવ્યો હતો.

આહવાનાં ગામમાં આદિવાસી મહિલાનાં ચાર ગાળાનાં મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ
સાપુતારા : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં નિલશાક્યા ગામે પોતાના પરિવાર સાથે રહેતા મહિલા સોનાઈબેન રમેશભાઈ માહલાનાં ચાર ગાળાનાં મકાનમાં ગતરોજ રાત્રીનાં આઠથી નવનાં ગાળામાં શોર્ટસર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. આ મહિલાનાં મકાનમાં શોર્ટ સર્કિટનાં પગલે આગની જ્વાળાઓ આખા ઘરમાં પ્રસરી જતા જોત જોતામાં અહી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. મહિલા સહીત ગ્રામજનો આગ બુઝાવવા માટે દોડી આવ્યા હતા. પરંતુ તેઓનો પ્રયત્ન નિરર્થક ગયો હતો. અને અહી વિકરાળ આગે ઘર સહીત અનાજ, કપડા, અને ઘરવખરી સામાનને ભરખી જતા આ મહિલાનાં પરિવારને જંગી નુકસાન થવાની સાથે માથે હાથ દેવાનો વારો આવ્યો છે. નિલશાકયા ગામની મહિલાનું ચાર ગાળાનું મકાન બળીને ઉજ્જડ બની જતા તંત્ર આર્થિક સહાય કરે તેવી માંગ ઉઠી છે.

Most Popular

To Top