Sports

શું ભારતમાં 2023નો વર્લ્ડકપ નહીં રમાય? ICC અને BCCI વચ્ચે આ મામલે વિવાદ

નવી દિલ્હી: આવતા વર્ષે 2023માં ક્રિકેટ વન-ડે ઈન્ટરનેશનલ વર્લ્ડકપ (World Cup) રમાનાર છે. આ વર્લ્ડકપ ભારતમાં (India) રમાવાનું લગભગ નક્કી હતું પરંતુ હવે એવું કંઈક થયું છે જેના લીધે ભારતમાં વર્લ્ડકપ રમાવા અંગે શંકા ઉભી થઈ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) વચ્ચે ટેક્સ મામલે વિવાદ (Tax Controversy) વકર્યો છે. આ વિવાદના (Controversy) પગલે ICC ભારતમાં વર્લ્ડકપ નહીં રમાડવાનો નિર્ણય લે તેવી દહેશત ઉભી થઈ છે.

  • ICC અને BCCI વચ્ચે ટેક્સ મામલે વિવાદ વકર્યો
  • ભારત સરકાર કરમુક્તિ નહીં આપે તો ICC ભારત પાસેથી વર્લ્ડકપની યજમાની પાછી ખેંચી લે તેવી દહેશત
  • BCCI ટેક્સ છૂટ અપાવવા કોઈ પ્રયાસ નહીં કરતું હોઈ ICC નારાજ

રિપોર્ટ અનુસાર ICC અને BCCI વર્લ્ડકપ 2023 ના આયોજન માટે ભારત સરકાર પાસેથી કેટલીક કરમુક્તિની માંગણી કરી છે. જોકે આવું થવું મુશ્કેલ છે. ભારત સરકાર (Indian Government) તરફથી આ મામલે કોઈ પ્રકારની છૂટ આપવામાં આવી રહી નથી. વર્ષ 2016માં જ્યારે ભારતે T20 વર્લ્ડકપનું આયોજન કર્યું હતું. ત્યાર પણ ICC અને BCCI વચ્ચે ટેક્સ મામલે વિવાદ થયો હતો. ત્યારે પણ ભારત સરકારે ટેક્સ છૂટ આપી નહોતી. ત્યારે ICC એ રૂપિયા 190 કરોડ ટેક્સ પેટે ચૂકવવા પડ્યા હતા.

આવી જ સ્થિતિ ફરી ઉદ્દભવી છે. ICCના નિયમો અનુસાર ICC ઈવેન્ટનું જે દેશમાં આયોજન હોય તે દેશના ક્રિકેટ બોર્ડે તેની સરકાર સાથે સંકલન કરીને કરમુક્તિ માટે વ્યવસ્થા ગોઠવવાની રહે છે. પરંતુ ભારતમાં આવું શક્ય બની રહ્યું નથી. તેથી 2023 વન ડે ઈન્ટરનેશનલ (ODI) વર્લ્ડકપની ભારતની યજમાની પર ખતરો તોળાઈ રહ્યો છે. જો ભારત સરકાર કરછૂટ નહીં આપે તો ICC એ 900 કરોડ રૂપિયા ટેક્સ પેટે ચૂકવવા પડશે.

આ મામલે BCCIનું વલણ સ્પષ્ટ થયું છે. તે ICC ની શરત માનવા તૈયાર નથી. BCCI કરમુક્તિ મામલ દરમિયાનગીરી કરવા માંગતું નથી. તેથી ICC હવે BCCI ને કોર્ટમાં ખેંચી જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. આ વિવાદના પગલે 2023માં ભારતમાં વર્લ્ડકપ રમાવા અંગે શંકા ઉદ્દભવી છે.

Most Popular

To Top