Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી : કોરોના (Corona) રોગચાળા સામેના યુદ્ધમાં સંજીવની કોવિશિલ્ડ અને કોવેક્સીન વિશે સારા સમાચાર છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ Covishield અને Covaxin ના બજારમાં વેચાણ માટે શરતી મંજૂરી આપી છે. પરંતુ રસીને લોન્ચ કરવા માટે આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. જોકે, એ નક્કી કરવાનું બાકી છે કે બજારમાં તેની કિંમત શું હશે? એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર કોવિડ-19ના આ બે મોટા ડોઝની કિંમત બજારમાં 275 રૂપિયા રાખી શકે છે. 

ગુરુવારે એક મોટો નિર્ણય લેતા, ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે કોવિશિલ્ડ અને કોવેક્સીન માટે મંજૂરી આપી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા બજારમાં લોન્ચ કરવાની મંજૂરી અપાઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અહેવાલો અનુસાર, તાજેતરની બેઠકમાં બંને મુખ્ય રસીઓની કિંમતોની મર્યાદા અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

ભારત બાયોટેકે ઈમરજન્સી ઉપયોગ માટે કોવાક્સિનની કિંમત રૂ. 1,200 પ્રતિ ડોઝ રાખી છે, જ્યારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ખાનગી હોસ્પિટલો માટે કોવાશિલ્ડની કિંમત રૂ. 780 રાખી છે. જ્યાં તે આ રસીઓની કિંમતમાં 150 રૂપિયાનો સર્વિસ ચાર્જ વસૂલે છે. સરકાર આ સપ્લીમેન્ટ્સ જથ્થાબંધ બજારમાં 205 રૂપિયામાં ખરીદી રહી છે. પરંતુ બજારમાં તેમની કિંમત શું હશે તેનો નિર્ણય હજુ આવવાનો બાકી છે. તે જ સમયે, સરકાર યોગ્ય કિંમત ગોઠવણ જાળવવા માટે કંપનીને રસી પર 150 રૂપિયાનો સર્વિસ ચાર્જ વસૂલવાની મંજૂરી આપી શકે છે.

વૈજ્ઞાનિકોના અભ્યાસમાં ચોંકાવનારું તારણ બહાર આવ્યું
દેશમાં કોરોનાનું સંકટ દિનપ્રતિદિન વધી રહ્યું છે. આ ખતરનાક મહામારીનો સામનો કરવા માટે વૈજ્ઞાનિકો દ્વારા સતત અભ્યાસ, સંશોધન કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા એક અભ્યાસનું તારણ ચોંકાવનારું રહ્યું છે. ICMRના એક અભ્યામાં જોવા મળ્યું છે કે કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમતિ દર્દીઓમાં મહત્ત્વપૂર્ણ રોગપ્રતિકારક શક્તિ હોય છે જે આ સ્ટ્રેનને અસર ઓછી કરે છે. આ સાથે જ તે ડેલ્ટા વેરિએન્ટની અસરને પણ ઘટાડી દે છે.

To Top