National

ગુજરાતમાં ભાજપની જીત પર શિવસેનાના મુખપત્ર ‘સામના’માં મોદીનાં વખાણ

મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુજરાત (Gujarat) માં ઐતિહાસિક જીત (Win) નોંધાવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)માં ભાજપે 182માંથી 156 બેઠકો જીતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં આટલી મોટી જીત મેળવ્યા બાદ દરેક લોકો બીજેપીના વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન શિવસેના (shiv sena) ના મુખપત્ર સામના (Samana) એ પણ પીએમ મોદી (Pm Modi) ના વખાણ કર્યા છે. સામનાના તંત્રીલેખમાં ગુજરાતમાં મોદી લહેરના કરિશ્માની પ્રશંસા કરવામાં આવી છે. તેમજ હિમાચલ પ્રદેશ અને MCDમાં ભાજપની હાર પર પણ સવાલ ઉઠાવ્યા હતા. પૂછવામાં આવ્યું છે કે દિલ્હી MCD અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મોદી મેજિક નિષ્ફળ ગયા પછી શું થયું?

સામનામાં પીએમ મોદીના વખાણ
શિવસેનાના મુખપત્ર સામનાએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે. સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં માત્ર મોદી લહેરની જીત થઈ છે. જોકે, હિમાચલ પ્રદેશ અને MCDમાં ભાજપની હાર પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સામનામાં કહેવામાં આવ્યું હતું કે મોદીનો જાદુ ત્યાં કામ ન આવ્યો. સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઘણી વખત કડક અને આકરી ટીપ્પણી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ગુજરાતની જીત પર જે પ્રશંસા મળી છે તે આશ્ચર્યજનક છે. આ પ્રશંસા એવા સમયે પણ મળી છે જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના માટે ભાજપ મુખ્ય હરીફ બની ગયું છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપના કારણે જ શિવસેનાનું વિઘટન થયું અને ભાજપે શિવસેનાના એક જૂથ સાથે મળીને સરકાર બનાવી. શિવસેનાના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ગુજરાતમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત
તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 156 વિધાનસભા સીટો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. આ ઉપરાંત ગુજરાતમાં AAPએ 5 બેઠકો જીતી હતી. સમાજવાદી પાર્ટીએ પણ 1 સીટ જીતી અને અન્ય ઉમેદવારોએ 3 સીટ જીતી. નોંધપાત્ર વાત એ છે કે આ વર્ષની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની વોટ ટકાવારીમાં પણ ગત વખતની સરખામણીએ 4 ટકાનો વધારો થયો છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 53 ટકા વોટ મળ્યા છે. તેમજ કોંગ્રેસ માત્ર 27 ટકા વોટ સાથે રહી હતી. તો 13 ટકા લોકોએ AAPની તરફેણમાં મતદાન કર્યું હતું.

Most Popular

To Top