Entertainment

સલમાન ખાન 24 વર્ષ નાની અભિનેત્રીના પ્રેમમાં પડ્યો, એક ટ્વીટે બોલીવુડમાં હલચલ મચાવી

મુંબઈ: સલમાન ખાન (SalmanKhan) તેની લવલાઈફ માટે હંમેશા ચર્ચામાં રહે છે. સંગીતા બિજલાણીથી લઈને કેટરીના કૈફ અને લુલિયા વંતૂર સુધી દેશી-વિદેશી અનેક યુવતી અને અભિનેત્રીઓ સાથે સલમાન ખાનના રિલેશન રહ્યાં છે. ઐશ્વર્યા રાય અને કેટરીના કૈફ સાથેના સંબંધો ખૂબ ચર્ચાસ્પદ રહ્યાં છે. છેલ્લે સલમાન ખાન વિદેશી અભિનેત્રી-ગાયિકા લુલિયા વંતૂરના પ્રેમમાં હોવાની વાત હતી. જોકે, હાલમાં બોલિવુડમાં ઉઠેલી ચર્ચાએ બધાને આંચકો આપ્યો છે. સલમાન ખાન તેનાથી 24 વર્ષ નાની એક અભિનેત્રીના પ્રેમમાં પડ્યો હોવાની ચર્ચા ખૂબ જોરશોરથી બોલિવુડમાં ચર્ચાઈ રહી છે.

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન તેની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ હાલમાં સલમાન ખાન (#SalmanKhan) પ્રોફેશનલ કરતાં પોતાની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં છે. સલમાન ખાન વિશે થયેલી એક ટ્વીટે બોલીવુડ સહિત દેશભરમાં સલમાનના ચાહકોમાં જબરદસ્ત ચર્ચા જગાવી છે.  ફિલ્મ વર્તુળોમાં એવી ચર્ચા છે કે સલમાન ખાનને નવી પાર્ટનર મળી ગઈ છે અને સલમાન હાલમાં રિલેશનશિપમાં છે. એક રિપોર્ટ અનુસાર સલમાન ભાઈ ફરી એકવાર પ્રેમમાં પડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન પૂજા હેગડેને (PoojaHegde) ડેટ કરી રહ્યો છે. એટલું જ નહીં, પૂજા સલમાનની ફિલ્મ ”કિસી કા ભાઈ કિસી કી જાન” માં પણ કામ કરી રહી છે. 

તમને જણાવી દઈએ કે સલમાન ખાન હાલમાં 56 વર્ષનો છે. 27 ડિસેમ્બર 1965માં જન્મેલા સલમાન ખાન આગામી 27મી ડિસેમ્બરે 57 વર્ષનો થશે. જ્યારે પૂજા હેગડેની ઉંમર 32 વર્ષની છે. પૂજાનો 13 ઓક્ટોબર 1990ના રોજ મુંબઈમાં જન્મ થયો હતો.

સલમાન વિશેની આ ટ્વીટે બોલિવુડમાં હલચલ મચાવી દીધી
ખરેખર ઉમૈર સંધુની (UmairSandhu) એક ટ્વીટએ બોલિવૂડમાં હલચલ મચાવી દીધી છે. ઉમૈરનું કહેવું છે કે સલમાન અને પૂજા હેગડે રિલેશનશિપમાં છે. ઉમૈરે પોતાના ટ્વીટમાં લખ્યું- બ્રેકિંગ ન્યૂઝ… શહેરમાં એક નવું કપલ સામે આવ્યું છે. મેગા સ્ટાર સલમાન ખાન પૂજા હેગડેના (#PoojaHegde) પ્રેમમાં પડી ગયો છે. સલમાનના પ્રોડક્શન હાઉસે પણ પૂજાને તેની બે ફિલ્મો માટે સાઈન કરી છે. આ બંને આ દિવસોમાં સાથે સમય વિતાવી રહ્યા છે અને સલમાનના નજીકના મિત્રએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન પાસે હાલમાં ”કિસી કા ભાઈ કિસી કી જાન”, ”કિક 2”, સૂરજ બડજાત્યા સાથેની ફિલ્મ અને ”નો એન્ટ્રી”ની સિક્વલ છે. આ સિવાય તે શાહરૂખ ખાનની ફિલ્મ ”પઠાણ”માં પણ કેમિયો રોલ કરતો જોવા મળશે. આ સિવાય પૂજા હેગડે સલમાન સાથે ”કિસી કા ભાઈ કિસી કી જાન” અને રણવીર સિંહની ”સર્કસ”ને લઈને ચર્ચામાં છે.  

Most Popular

To Top