SURAT

પ્રાદેશિક માહિતી નિયામક કચેરી વર્ગ-2ના કર્મચારીઓ ACBના છટકામાં ભેરવાયા

સુરત : નાનપુરા પ્રાદેશિક (Regional) માહિતી નિયામક કચેરીના (Information Director Office) વર્ગ-2 અને વર્ગ-3 ના કર્મચારીઓનો (Employee) લાંચ લેવાબા ગુનામાં રંગે હાથ ઝડપાઇ ગયા છે. શુક્રવારે એન્ટી કરપશન બ્યુરોને (ACB) લાંચ અંગેની ફરિયાદ મળતા ટ્રેપ (Trap) ગોઠવવામાં આવ્યું હતું. જેમાં બન્ને કર્મચારીઓ ભેરવાઈ જતા ખળભળાટ મચી ગયો હતો. બન્ને કર્મચારીઓએ અખબારમાં પ્રકાશિત થતી દૈનિક ડિસ્પ્લે જાહેર ખબરો પ્રકાશિત કરવા માટે 5 લાખથી વધુની રકમની લાંચ પેટે માંગણી કરી હતી જેને લઇને એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા છટકું ગોઠવવામાં આવ્યું હતું ત્યારબાદઆ કર્મચારીઓને નિર્ધારિત કરેલી જગયાએ બોલાવવામાં આવ્યા હતા જ્યાં લાંચની રકમ લેતા તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા.બને કર્મચારી પૈકી એક વર્ગ-2 તથા એક વર્ગ-3ના જુનિયર કર્મચારી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

  • વિશ્વ લાંચ વિરોધી દિવસે જ લાંચ લેતા ઝડપાયા
  • લાંચની રકમ બે હપ્તામાં માંગવામાં આવી હતી
  • લાંચ પેટે પ્રથમ હપ્તાના રૂ.2.70 લાખ લેતાં ACBએ ઝડપ્યા

ડિસ્પ્લે જાહેર ખબરોની પેનલ રીન્યુ કરવા માંગી હતી રકમ
સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર એન્ટી કરપશન બ્યુરોમાં આ અંગેની ફરિયાદ કરનાર એક દૈનિક અખબાર પ્રકાશિતનો વ્યવસાય કરે છે. તેમના દૈનિક અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરો પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજીના રીન્યુઅલ માટેની કાર્યવાહી કરવાના અવેજપેટે ક્લાર્ક કવસિંગભાઇ જાલાભાઈ પરમાર માહિતી નિયામક વર્ગ-૨ અને વર્ગ-3ના જુનિયર ક્લાર્ક સતિષભાઈ દયારામ જાદવે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી કુલ રૂ. 5,40,000ની લાંચની માગણી કરી હતી અને આ પૈકીની અડધી રકમના રૂપિયા 2,70,000 લાંચની રકમ પ્રથમ હપ્તા તરીકે માંગણી કરી હતી, આ લાંચનાં રૂા.2,70,000 ફરિયાદીનાઓ આરોપીઓને આપવા માંગતા ન હતા જે અંગે તેમને ACBમાં સૂચના આપી હતી.

માહિતી નિયામક કચેરીની સામે જ લાંચ સ્વીકારી હતી
લાંચ લેવાની આ ફરિયાદને આધારે શુક્રવારે એન્ટી કરપશન બ્યુરોના અધિકરીઓએ છટકું ગોઠવ્યું હતું. અને ત્યારબાદ આયોજન મુજબ ફરીયાદ કરનાર જાગૃત નાગરિકે કવનસિંગ પરમાર અનેસતીશ જાદવ સાથે ઔપચારિક હેતુલક્ષી વાતચીત કરીને રૂપિયા 2,70,000 ની લાંચની રકમ લેવા માટે નાનપુરા બહુમાળી કંપાઉન્ડની બહાર આવેલઈ સ્વસ્તિક ઝેરોક્ષની દુકાનમાં બોલાવ્યા હતા જ્યાં બનેને ACB અધિકારીઓ દ્વારા રંગે હાથો ઝડપી લેવામાં આવ્યા હતા. ટ્રેપીંગ અધિકારીઓ પૈકી પોલીસ ઇન્સપેકટર એ.સી.બી તથા સુપર વિઝન અધિકારી આર.આર.ચૌધરી દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે માહિતી નિયામક કચેરીના બને ક્લાર્કની હરકતની ખબર ફેલાઈ જતા ખળભળાટ મચી ગયો હતો.

Most Popular

To Top