National

સોનિયા ગાંધીનો 76મો જન્મદિવસ: રાજસ્થાનમાં કરાશે ઉજવણી, PM મોદીએ શુભકામના પાઠવી

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) નો આજે 76મો જન્મદિવસ (Birthday) છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi) એ સોનિયા ગાંધીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને સોનિયા ગાંધીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી છે. હાલ સોનિયા ગાંધી રાજસ્થાનમાં છે. રાજસ્થાનના સવાઈ માધોપુરના રણથંભોરમાં તેમના જન્મદિવસની તૈયારીઓમાં પાર્ટી કાર્યકર્તાઓ વ્યસ્ત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. નીતિન ગડકરીએ ટ્વિટર પર સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. આ સિવાય કોંગ્રેસના ઘણા નેતાઓએ પણ સોનિયા ગાંધીને તેમના 76માં જન્મદિવસ પર અભિનંદન સંદેશો આપ્યા હતા.

ખડગેએ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ટ્વીટર પર સોનિયાને અભિનંદન આપતા ખડગેએ લખ્યું કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેમની કૃપા, સમર્પણ અને ગરિમાએ લાખો લોકોને પ્રેરણા આપી છે. તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી હતી. ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવીએ ટ્વીટ કર્યું, “દેશના નામે સર્વસ્વ બલિદાન આપનાર, હંમેશા બલિદાન અને સમર્પણનું ઉદાહરણ બેસાડનારા આવા નેતાઓ ભારતીય રાજકારણમાં બહુ ઓછા છે. હિંમત અને સમર્પણનો પર્યાય, અમારા નેતા શ્રીમતી સોનિયા ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ.” આ સિવાય કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ પણ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

જન્મદિવસની રાજસ્થાનમાં કરાશે ઉજવશે
સોનિયા ગાંધી તેમના જન્મદિવસના એક દિવસ પહેલા ગુરુવારે રાજસ્થાનના સવાઈ માધોપુર પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ સોનિયા ગાંધીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે સવાઈ માધોપુરના રણથંભોર સ્થિત જોગી મહેલની યાત્રા કરી. ગાંધી પરિવારે પણ આ સમયગાળા દરમિયાન રણથંભોર ટાઇગર સફારીનો આનંદ માણ્યો હતો. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીનો જન્મદિવસ હોટલ શેરબાગમાં ઉજવવામાં આવશે. સોનિયા ગાંધીના જન્મદિવસની હોટલ શેરબાગમાં તૈયારીઓ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગાંધી પરિવાર સિવાય કોંગ્રેસના ઘણા નેતાઓ પણ સોનિયા ગાંધીના જન્મદિવસમાં હાજરી આપી શકે છે. સોનિયા ગાંધીનો આ જન્મદિવસ ખૂબ જ ખાસ છે. એક તરફ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા હાલ રાજસ્થાનમાં છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીતથી સોનિયા સહિત કોંગ્રેસ પક્ષમાં પ્રાણ ફુંકાયા છે.

Most Popular

To Top