Gujarat

ગુજરાતમાં હારેલી કોંગ્રેસને ભાજપના પીઢ નેતાએ ટોણો માર્યો, કહ્યું..

રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujart Assembly Election 2022) ભાજપે ઐતિહાસિક જીત (BJP Win) મેળવી છે. ભાજપે 156 સીટ પર જીત હાંસલ કરી છે. આ સાથે જ વિરોધી પક્ષ કોંગ્રેસની (Congress) ભૂતકાળમાં નહીં જોવા મળી હોય તેવી ભૂંડી હાલત થઈ છે. દેશના સૌથી જૂના રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ ગુજરાતમાં 10 ટકા સીટ પણ મેળવી શક્યું નથી. માત્ર 10 બેઠક પર જ કોંગ્રેસ સમેટાઈ ગયું છે. રાજ્યના 33 જિલ્લામાંથી 22 જિલ્લા કોંગ્રેસ મુક્ત થઈ ગયા છે. વિધાનસભાની ચૂંટણી લડનાર કોંગ્રેસના 44 ઉમેદવારોની ડિપોઝીટ સુદ્ધાં બચી શકી નથી. રાજ્યના 13 જિલ્લામાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શક્યું નથી. કોંગ્રેસની આટલી કફોડી સ્થિતિ પર ગુજરાત ભાજપના પીઢ નેતા વજુભાઈ વાળાએ ટોણો મારતા કહ્યું કે, ગાંધીજીની કોંગ્રેસને હવે વીંખી નાંખવી જોઈએ. હવે આ કોંગ્રેસનું વિસર્જન કરી નાંખવું જોઈએ.

  • કોંગ્રેસ ગુજરાતમાં 10 સીટ પણ મેળવી શક્યું નહીં, માત્ર 17 બેઠક પર જીત્યું
  • ગુજરાતના 22 જિલ્લા કોંગ્રેસ મુક્ત થયા, 13 જિલ્લામાં કોંગ્રેસ એક પણ બેઠક જીત્યું નથી
  • વજુભાઈ વાળાએ કહ્યું, હવે આ ગાંધીજીની કોંગ્રેસ રહી નથી, તેને વીંખી નાંખો

ગુજરાતની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજકોટમાં વજુભાઈ વાળાએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ ચૂંટણી સમયે જ લોકો વચ્ચે આવે છે. કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર સક્રિય જ નથી, તેથી કોંગ્રેસને હું કોઈ પણ સલાહ આપવા માંગતો નથી. કોંગ્રેસ લોકો વચ્ચે જઈ કોઈ કામગીરી કરી નથી. તેથી મહાત્મા ગાંધીની વાતને માન આપી આ કોંગ્રેસનું વિસર્જન કરી દેવું જોઈએ. આ કોંગ્રેસ હવે મહાત્મા ગાંધીની કોંગ્રેસ રહી નથી. ગાંધીજીની આ કોંગ્રેસને હવે વીંખી નાંખવી જોઈએ. આ કોંગ્રેસનું વિસર્જન જ કરી નાંખવું જોઈએ.

સી.આર. પાટીલના પ્રયાસોના લીધે ઐતિહાસિક જીત મળી: વાળા
આ સાથે જ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ખૂબ વખાણ કર્યા હતા. વાળાએ કહ્યું કે, સી.આર. પાટીલનું પેજ કમિટી અને પ્રમુખોનું માળખું સફળ રહ્યું છે. સી.આર. પાટીલ સતત ફોલોઅપ લેતા રહ્યાં જેના લીધે આટલી પ્રચંડ સફળતા ભાજપને ગુજરાતમાં મળી છે. પાટીલના પ્રયાસોના લીધે જ ભાજપને ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો છે. આ સાથે જ વજુભાઈ વાળાએ 12 મી ડિસેમ્બરે ગુજરાત સરકારના યોજાનારા શપથવિધિ સમારોહમાં હાજર રહેવાની તૈયારી બતાવી છે.

ક્યાં કોંગ્રેસને કેટલી બેઠક મળી?
ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થયો છે. ઉત્તર ગુજરાતની કુલ 32 બેઠક પૈકી કોંગ્રેસને 8, મધ્યગુજરાતની 61 પૈકી કોંગ્રેસને 5, કચ્છ-સૌરાષ્ટ્રમાં 54 પૈકી 3 કોંગ્રેસને અને દક્ષિણ ગુજરાતની 35 1 બેઠક કોંગ્રેસને 1 જ બેઠક મળી છે.

Most Popular

To Top