SURAT

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલના પાર્કીંગમાં વાહનો સુરક્ષિત નથી

સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) કામ કરતી ડેટા ઓપરેટર મહિલાની સુપ્રિટેન્ડન્ટ ઓફીસની (Office) બહાર પાર્ક કરેલી મોપેડની ચોરી થઇ ગઇ હતી. આ અંગે ડેટા ઓપરેટરે ખટોદરા પોલીસમાં (Police) ફરિયાદ કરી છે. વિતેલા થોડા દિવસમાં વાહન ચોરીની આ બીજી ઘટના બનતા હોસ્પિટલના કર્મચારીઓ હોસ્પિટલમાં વાહન પાર્ક કરતા પણ ડરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સિક્યુરીટી ગાર્ડ અને સીસીટીવી કેમેરા હોવા છતાં હોસ્પિટલમાંથી છાશવારે દર્દી તેમજ તેના સગાવહાલાના મોબાઇલ તેમજ પર્સની ચોરી થવાની ઘટના બનતી રહે છે.

  • નવી સિવિલ હોસ્પિટલનાં પાર્કીંગમાંથી ડેટા ઓપરેટરની મોપેડની ચોરી
  • સીસીટીવી કેમેરા અને સિક્યુરીટી હોવા છતાં વાહન, મોબાઇલ અને પર્સ ચોરાવાની છાશવારે બનતી ઘટનાઓ

નવી સિવિલ હોસ્પિટલના પાર્કીંગ ઝોનમાં પાર્ક કરવામાં આવતા વાહનો સુરક્ષિત રહ્યા નથી. નવી સિવિલ કેમ્પસમાં સીસીટીવી કેમેરા હોવા છતાં પણ વાહન ચોરીની ઘટના બની રહી છે. દરમિયાન પાંડેસરા ભેસ્તાન ખાતે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી અને નવી સિવિલમાં ડેટા ઓપરેટરનું કામ કરતી કૃતિ કલ્પેશકુમાર દેગડાવાળાની મોપેડ હોસ્પિટલમાંથી ચોરી થઇ ગઇ છે. બુધવારે સવારે 9.20 કલાકે કૃતિ દેગડાવાળા નોકરી ઉપર પહોંચી હતી. અને તબીબ અધિક્ષકની કચેરીની સામે ઓર્થોપેડીક ઓપીડી બહાર પાર્કિંગમાં તેમણે મોપેડ પાર્ક કરી હતી. બપોરે લંચના સમયે ડેટા ઓપરેટર કૃતિ પાર્કિંગમાં જતા તેની મોપેડ જણાઈ ન હતી. સિક્યુરીટી ગાર્ડની પુછપરછ કરતા સિક્યુરીટી ગાર્ડે પણ કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ અંગે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.

2 વર્ષથી અમદાવાદના જેલમાંથી પેરોલ પર આવેલ આરોપી ફરાર થઇ જતાં નર્મદા પોલીસે ઝડપી લીધો
રાજપીપલા : રાજપીપળાના ટેકરા ફળિયા ખાતે રહેતા અર્જુન મોહનભાઇ પટેલને અમદાવાદ ફેમિલી કોર્ટે દોષીત જાહેર કરી સજા ફટકારી હતી અને તે અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા કાપતો હતો. દરમિયાન તે પે રોલ ઉપર જેલની બહાર નીકળ્યો હતો અને નિયત સમયે હાજર થયો ન હતો. જેથી તેને ઝડપી પાડવાની કામગીરી પેરોલ ફર્લો ટીમને સોંપવામાં આવી હતી. દરમિયાન નર્મદા એલસીબીના ઇન્સ્પેક્ટર જે.બી.ખાંભલાને અર્જુન પટેલ અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે આ પાકા કામના કેદીને પકડીને પોલીસ જાપ્તા સાથે અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top