વિરપુર : વિરપુર ગ્રામ પંચાયતના અણઘણ આયોજનના કારણે ભૂલકાઓને સ્વાસ્થ્યના જોખમે શિક્ષણ લેવા મજબૂર થવું પડી રહ્યું છે. નગરના તલાવડી વિસ્તારમાં આંગણવાડી...
નવી દિલ્હી: એસ્ટ્રોફિઝિક્સ (Astrophysics) અને ગ્રહો અને નક્ષત્રોની (planets and constellations) દુનિયામાં રસ ધરાવતા લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે....
સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડામાં આવાસ માટે સરકાર તરફથી ફાળવવામાં આવેલાં પ્લોટમાં શિક્ષક અને તેના ભાગીદાર દ્વારા બાંધવામાં આવેલ ગેરકાયદેસર કોમ્પ્લેક્ષ તોડી...
નડિયાદ: ખેડા જિલ્લા પંચાયતની આગામી માર્ચ મહિનામાં ચૂંટણી યોજાશે. સાથોસાથ ખેડા જિલ્લાની કેટલીક તાલુકા પંચાયતની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણીનું આયોજન થવાનું છે....
જે મનુષ્યો અસાધ્ય રોગોથી પીડાતાં હોય અને આગળ ઉપર જીવવું એમને માટે દોહ્યલું છે. એવાં લોકો, જો મૃત્યુ ઇચ્છતાં હોય તો એમને...
શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક ખોરાકની બોલબાલા વધી જાય. વળી લીલાxછમ શાકભાજી, ફળોની મોસમ એટલે આનંદ થઈ જાય. ચોખ્ખા ઘી, તેલમાં વિવિધ ખાદ્ય પદાર્થો બનાવીને...
વરાછા રોડની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી અને સામાન્ય પરિવારમાંથી આવતી સુરતની ધ્રુવી જસાણીની નાસા યુનિવર્સિટીમાં સ્પેઇસ આર્કિટેકટના કોર્સમાં પસંદગી થઇ છે. સ્પેસ અર્કિટેકટના...
એક માણસ પાસે આમ તો જીવન જીવવા માટે જરૂરી બધું જ હતું. ઘર ,પરિવાર , નોકરી ,બે બાળકો …રોટી -કપડાં -મકાન બધું...
ઉત્તરાખંડના ઐતિહાસિક નગર જોષીમઠ ખોટાં કારણોસર ભારત જ નહીં વિશ્વમાં ચર્ચામાં છે. આદિ શંકરાચાર્યે જેની સ્થાપના કરી એ જોશીમઠમાં જે તબાહી આવી...
નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ (Brijbhushan Sharan Singh) વિરુદ્ધ ખેલાડીઓના ધરણા ((Wrestlers Protest)) સમાપ્ત થઈ ગઈ...
સૌરાષ્ટ્રમાં કહેવત છે ‘‘કાંદાનો ખેડૂ માંદો.’’પરંતુ દેશભરમાં ••લિટર પેટ્રોલ અને ••કિલો ડુંગળીના ભાવ રૂ.૧૦૦/- થઈ જાય એટલે લાગે કે ખેડૂ માલામાલ થઈ...
ભારત માટે મોટી સમસ્યા હોય તો તે તેના પડોશી દેશો છે. એક તરફ પાકિસ્તાન ભારતમાં કોઈપણ રીતે આતંકવાદ ફેલાવવા માટે તત્પર છે...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu kashmir) ગમખ્વાર અકસ્માત (Accident) થયો હોવાનું જાણવા મળ્યું છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત...
ભાજપના મોરચાની સરકારે સંસદ, કારોબારી અને મીડિયા પર પોતાનો અંકુશ જમાવી દીધો છે, પણ દેશના ન્યાયતંત્ર પર સંપૂર્ણ નિયંત્રણ જમાવવાની તેની ઇચ્છા...
નવી દિલ્હી: ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં આજે બરફ વર્ષા (Snow fall) અને હળવો વરસાદ (Rain) જોવા મળ્યો હતો જેના પગલે માર્ગો (Road)...
સુરત: ઓએનજીસી (ONGC) ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે ગમખ્વાર અને વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો હતો. રસ્તાની સાઇડે એક કન્ટેનર ઊભું હતું ત્યારે...
વ્યારા: સોનગઢના પોલીસ (Police) કર્મચારીઓ બુટલેગરો પાસેથી નાણાં ઉઘરાવતા હોવાનું માલૂમ પડતાં આ ઉઘરાણી કોના ઈશારે થઇ રહી છે તેવી માહિતી પૂછતો...
ઘેજ: ચીખલીના દભાડ મહોલ્લાનો ધોરણ-૧૦ માં અભ્યાસ (Study) કરતો વિદ્યાર્થી (Student) ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ...
સુરત: અભ્યાસના (Study) ભારણના કારણે એસવીએનઆઈટીની (SVNIT) સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી મૂળ ડાંગની 17 વર્ષિય દેવાંશીએ ફાંસો ખાઈ આત્મહત્યા (Suicide) કરી લીધી...
સાયણ: માનવતાની દ્રષ્ટિએ રહેવા માટે આપેલું મકાન મુસ્લિમ ધર્મગુરુએ પચાવી પાડ્યું હોવાની ફરિયાદ ઓલપાડ પોલીસમાં (Police) નોંધાવા પામી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) ભાજપના (BJP) કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને દિલ્હી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને લોકસભા સાંસદ મનોજ તિવારીએ દાવો...
સુરત: ‘આઝાદી કા અમૃત’ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU) ખાતે આયોજિત...
સુરત: પશ્ચિમ રેલવે અજમેરના (Ajmer) વાર્ષિક ઉર્સ તહેવાર નિમિત્તે રેલવે સુરત-મદાર સહિત પાંચ જોડી સ્પેશિયલ ટ્રેનો (Special Train) દોડાવવાની જાહેરાત કરવામાં આવી...
ભરૂચ: કોર્પોરેટ ખેલનો ખૂબ જ ચોંકાવી દેનારો કિસ્સો લઘુ ભારત એવા ભરૂચના (Bharuch) દહેજથી બહાર આવ્યો છે. જ્યાં દહેજની વેલ્સપન કંપનીને ફડચામાં...
સુરતઃ સામાન્ય માણસ સુધી ઓછામાં ઓછા સમયમાં પોસ્ટ (Post) પહોંચાડવા પોસ્ટ વિભાગ હંમેશા પ્રયત્નશીલ છે. હવે પોસ્ટ વિભાગ દરિયાઈ માર્ગે ટપાલ પહોંચાડવાનો...
ગાંધીનગર: કરોડો રૂપિયાના કબૂતરબાજીના કૌભાંડમાં (SCAM) આજે છેવટે રાજય મોનીંટરીંગ સેલના પોઈ જવાહર દહિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે. પોલીસ (Police) દ્વારા કબૂતરબાજીમાં...
ગાંધીનગર: આજથી તમે હવે એક જવાબદાર નાગરિક બન્યા છો. શિક્ષણ વ્યક્તિને જવાબદાર નાગરિક બનાવે છે. તમને શિક્ષિત બનાવનાર ગુરુજનો અને માતા-પિતા પ્રતિ...
ગાંધીનગર: રાજ્યમાં નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા (Tax) ભરપાઇ કરવા માટે રાહત આપતા બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યની તમામ વર્ગની...
અમદાવાદ : ‘પઠાણ’ ફિલ્મ (Pathan Film) રિલીઝ કરવાના મામલેટ થિયેટર માલિકને ધમકી આપી હિન્દુ -મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તે રીતે સોશિયલ મીડિયામાં...
ગાંધીનગર: એશિયાઈ સિંહ માટે નવા રહેઠાણ વિકસાવવાના ગુજરાતના (Gujarat) વન વિભાગના પ્રયાસોને વેગ મળ્યો હોય તેમ રાજ્યના પોરબંદરના (Porbandar) બરડા વન્યજીવ અભયારણ્યમાં...
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત
પંજાબની જેમ ખેડૂતોને પ્રતિ હેકટર 50,000 વળતરની માંગ
ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા
નશા માટે વપરાતા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન પર હવે પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન
શિનોર પંથકમાં લાકડાચોરો બેફામ, પુનિયાદ ગામ પાસે વિરપ્પનોનો ગેરકાયદેસર ધંધો
ટ્રમ્પના ટેરિફ અમેરિકી પ્રજાને પણ નડવા માંડ્યા છે
એક ક્લિકથી PFની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, તરત ATM માંથી ઉપાડી શકાશે
અમદાવાદ-ગાંધીનગર, કલોલની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વેજલપુર ગામના દબાણ મામલે નવો વળાંક, સિટી સર્વેની દેખાવ પૂરતી કાર્યવાહીથી અરજદાર નારાજ
ગેરકાયદે ગોગો પેપર વેચતા વેપારીઓ સામે પોલીસનો સપાટો
વિરપુર : વિરપુર ગ્રામ પંચાયતના અણઘણ આયોજનના કારણે ભૂલકાઓને સ્વાસ્થ્યના જોખમે શિક્ષણ લેવા મજબૂર થવું પડી રહ્યું છે. નગરના તલાવડી વિસ્તારમાં આંગણવાડી પાસે છેલ્લા કેટલાક સમયથી ગટરના ગંદા પાણી ઉભરાતાં વાલીઓમાં રોષ ભડક્યો હતો અને તાત્કાલિક સફાઇ કરવા ઉગ્ર રજુઆત કરી હતી. વિરપુરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગ તથા ગટરો ઉભરાવવાને કારણે ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ખાસ કરીને આંગણવાડી પાસેના વિસ્તારમાં ગંદકીને કારણે માસૂમ ભૂલકાઓના આરોગ્ય સામે જોખમ સર્જાયું છે. વિરપુર શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી અનેક સ્થળોએ સફાઈના અભાવે ગંદકી જોવા મળી છે.
વિરપુરની તલાવડી વિસ્તારમાં જાહેર રોડ પર તેમજ આંગણવાડી પાસે ગટરનુ દુષિત પાણી ફરી વળ્યુ છે. તલાવડી વિસ્તારમાં અવાર નવાર ગટર ચોકઅપ થઈ જવાના કારણે તેમજ ગટરની યોગ્ય સમયે સફાઈના અભાવના લીધે આંગણવાડી પાસે ગંદકી જોવા મળી રહી છે. આંગણવાડીમાં નાના બાળકો પણ આ રસ્તા પરથી પસાર થઈને આંગણવાડીમાં ભણવા જતા હોય છે. આ ગંદકીના લીધે મોટો રોગચાળો ફાટી નીકળે તેવી પરસ્થિતિ અહીં નિર્માણ પામી છે. આથી, સ્થાનિકોએ આ ગંદકીને લઈને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં સ્થાનિક ગ્રામ પંચાયતનું પેટનુ પાણી પણ હલતું નથી. આવનાર દિવસોમાં આંગણવાડી પાસેની ગંદકીની સફાઈ નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સ્થાનિકોએ વ્યકત કરી છે. આંગણવાડી પાસે દવાનો છટકાવ કરીને વિસ્તારમાં સ્વચ્છતા રાખવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી છે.
વિરપુરના તાલુકા વિકાસ અધિકારી રજુઆતની રાહ જોઈ રહ્યા છે
‘વિરપુરના તલાવડી વિસ્તારમાં આંગણવાડી પાસેની ગંદકીની બાબતને લઇને અમારી સુધી કોઈ રજુઆત કરવામાં આવી નથી. જો રજુઆત આવશે આંગણવાડી પાસેની ગંદકી દુર કરવામાં આવશે.’
– અશ્વીન પંડ્યા, તાલુકા વિકાસ અધિકારી, વિરપુર.
આંગણવાડી બહેનોઅે જાણ કરી છે
‘વિરપુરના તલાવડી વિસ્તારની આંગણવાડી ગંદકીને લઈને સ્થાનિક તેમજ આંગણવાડી બહેનો દ્વારા જાણ કરવામાં આવી હતી. જેને લઈને સ્થાનિક ગ્રામ પંચાયતના બંને તલાટી કમ મંત્રીને મૌખીક જાણ કરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધીમાં ગંદકી દુર કરવામાં આવી નથી.’ – સવિતાબહેન પરમાર, સીડીપીઓ, વિરપુર.
એક વર્ષથી ગંદકી છે, સફાઇ થતી નથી
‘તલાવડી વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ગંદકી થઈ છે. આજદિન સુધી આ ગંદકી દુર કરવામાં આવી નથી. તલાવડી વિસ્તાર પાસે આંગણવાડી આવી છે, જેમાં અમારા બાળકો ભણવા આવે છે. એટલી હદે ગટરની ગંદકીની દુર્ગંધ આવે છે કે અમારા બાળકોને અવારનવાર ઊલ્ટી અને માથું દુઃખે તેવી ફરીયાદો બાળકો કરે છે. આ બાબતની જાણ મામલતદાર, તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ પંચાયતને પણ જાણ કરી છે પણ આજદિન સુધી અહીં સફાઈ કરવામાં આવી નથી. ’ – મીનાબહેન વણઝારા, વાલી.