Science & Technology

992 વર્ષમાં પહેલી વાર આજે પૃથ્વીની સૌથી નજીક દેખાશે સુપરમૂન, પણ…

નવી દિલ્હી: એસ્ટ્રોફિઝિક્સ (Astrophysics) અને ગ્રહો અને નક્ષત્રોની (planets and constellations) દુનિયામાં રસ ધરાવતા લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે એટલે કે શનિવાર 21 જાન્યુઆરી, 2023ની રાતે એક સુપર મૂન (Supermoon) જોવા મળશે જે પૃથ્વીના (Earth) ખૂબ જ નજીક હશે, પરંતુ પૃથ્વીના નજીક હોવા છતાં આપણે તેને જોઈ શક્શું નહીં. આજે હજારો વર્ષમાં પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હશે (Moon will be closest to Earth). જો આપણે ચોક્કસ અંતર વિશે વાત કરીએ, તો તે પૃથ્વીથી કુલ 356,568 કિલોમીટર દૂર હશે. જો કે, તમે ચંદ્રને જોઈ શકશો નહીં કારણ કે આજે અમાવાસ્યા છે, એટલે કે, આજે ચંદ્ર તેના ચક્રના પ્રથમ તબક્કામાં હશે, એટલે કે, આજે અમાવસ્યાની રાત્રિ હશે. આવી સ્થિતિમાં, ચંદ્રનો પ્રકાશિત ભાગ પૃથ્વીની બીજી બાજુ હશે. તેથી આપણે ચંદ્રને જોઈ શકશું નહીં. 

992 વર્ષ પછી ચંદ્ર આટલો નજીક આવશે
એક અહેવાલ મુજબ, 21 જાન્યુઆરી, 2023 ના રોજ નવો ચંદ્ર પૃથ્વીની જેટલો નજીક છે, તેટલો નજીક છેલ્લા 992 વર્ષોમાં ક્યારેય આવ્યો નથી. એટલે કે, છેલ્લી વખત 11મી સદીના મધ્ય યુગ અથવા અંધકાર યુગ દરમિયાન ચંદ્ર આટલો નજીક જોવા મળ્યો હતો. પછી જ્યારે નોર્મન વિજય બ્રિટનમાં થયો અને વાઇકિંગ્સે હમણાં જ ઉત્તર અમેરિકામાં સ્થાયી થવાનું શરૂ કર્યું હતું. અને ત્યાર બાદ લગભગ આજે ચંદ્ર અને પૃથ્વી બંને આટલા નજીક હશે. મધ્ય યુગ અને અંધકાર યુગ બાદ આ પ્રથમ પેઢી હશે જે અદ્દભૂત ચંદ્રને આટલી નજીકથી જોઈ શકશે. આગામી સમયમાં આવી ઘટના 345 વર્ષ પછી જોવા મળશે. તે જ સમયે, નવા ચંદ્ર અનુસાર, ચંદ્ર 1337 વર્ષમાં પ્રથમ વખત પૃથ્વીની આટલી નજીક હશે.

ચીનમાં સૂપરમૂન હશે વધુ ખાસ
આ સુપરમૂન ચીનમાં ખૂબ જ ખાસ હશે કારણ કે તે ચાઇનીઝ ચંદ્ર વર્ષની શરૂઆતને ચિહ્નિત કરે છે. ચાઈનીઝ કેલેન્ડરમાં 2023ને ધ યર ઓફ રેબિટ કહેવામાં આવે છે. આ સાથે શુક્ર અને શનિ ગ્રહોમાં પણ વિશેષ જોડાણ જોવા મળશે. જોડાણનો અર્થ થાય છે જ્યારે બે ગ્રહો એક સંરેખણ પર ભેગા થાય છે. આ જોડાણ 22 જાન્યુઆરીએ સૂર્યાસ્ત પછી સાંજે દક્ષિણ-પશ્ચિમ દિશામાં આકાશમાં જોઈ શકાય છે.

આ વર્ષે 4 સુપરમૂન જોવા મળશે
મળતી માહિતી અનુસાર, નાસાના નિવૃત્ત એસ્ટ્રોફિઝિસિસ્ટ ફ્રેડ એસ્પનાકે કહ્યું છે કે આ વર્ષે આપણે કુલ ચાર સુપરમૂન જોવા મળશે. દેશના અલગ અલગ ભાગમાં જુલાઈમાં એક, ઓગસ્ટમાં બે અને સપ્ટેમ્બરમાં એક સુપર મૂન જોવા મળશે. 

Most Popular

To Top