Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: વડોદરા શહેરના નિઝામપુરા સ્મશાનની કફોડી હાલત બની હતી.જે મામલે અગાઉ વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ પાલિકા તંત્ર એ આ વાતને ધ્યાને લઈ પતરા લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં દેખરેખ ના અભાવે કેટલાક સ્મશાનોની હાલત કફોડી બની છે.ત્યારે શહેરના પાલિકા હસ્તકના સ્મશાનો પૈકીના નિઝામપુરા સ્મશાનની હાલત પણ કફોડી બની હતી.આ સ્મશાનમાં ચિતાની ઉપરના પતરામાં કાણા પડી ગયા હતા.જે મામલે વિસ્તારના સ્થાનિક અગ્રણીએ તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો.ત્યારે હવે મોડે મોડે સફાળા જાગી ઉઠેલા મહાનગરપાલિકા તંત્ર દ્વારા નિઝામપુરા સ્મશાન ગૃહમાં નવા પતરા નાખવાની કામગીરી કરવામાં આવી હતી.

જેને લઈને પ્રતિક્રિયા આપતા વિસ્તારના જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે વડોદરા શહેરના અંદર એવી ઘણી જગ્યાઓ છે.જ્યાં તંત્ર પહોંચી શકતું નહીં હોય પણ જે પ્રમાણે આ નિઝામપુરા સ્મશાનની કફોડી હાલતની વાત પાલિકાના અધિકારીઓના કાનમાં અથડાઈ હતી અને ખરેખર જાગૃતતા આવી હતી.અગાઉ નિઝામપુરા સ્મશાનની અંદર પતરા જર્જરિત હાલતમાં આવી ગયા હતા. ત્યારે હવે એ પતરામાં સુધારો કરી અને નવા નાખવામાં આવ્યા છે.શહેરના આવ્યા કેટલાય વિસ્તારો છે જ્યાં ઘણી સમસ્યાઓ છે.ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ જઈ શકતા નહીં હોય અને જેના કારણે જે તે વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.જેથી કરીને તંત્રને વિનંતી છે કે આવી બધી જગ્યાઓ પર ધ્યાન આપે અને લોકોને જે અગવડતા પડી રહી છે તેનો નિવેડો લાવે તેમ જણાવ્યું હતું.

To Top