SURAT

અંકલેશ્વરથી સુરત લગ્નમાં આવેલા પરિવારની કાર મંડપની બહાર જ ધડાકાભેર સળગી

સુરત: સુરતના (Surat) પાલ (Pal) વિસ્તારમાં લગ્નના (Marriage) સ્થળની બહાર પાર્ક કરેલી કારમાં (car) એકાએક આગ (Fire) લાગી ગઈ હતી. અચાનક ધડાકાભેરમાં કારમાં આગ લાગતા સ્થળ પર હાજર લોકો ગભરાય ગયા હતા. ફાયર વિભાગને આગની જાણકારી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

સાયરન વાગ્યા બાદ કાર ધડાકાભેર સળગી ઉઠી
મળતી માહિતી અનુસાર સુરતના પાલ વિસ્તારના સોમેશ્વર ફાર્મ ખાતે અંકલેશ્વરથી લગ્ન પ્રસંગમાં આવેલા ગુંજનભાઈ ગાંધી અને તેમનો પરિવાર લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા. લગ્નનું આયોજન સોમેશ્વર ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વરથી લગ્નમાં હાજરી આપવા આવેલો પરિવાર લગ્ન સ્થળની બહારની સાઈડ GJ 16CN 3877 કાર પાર્ક લગ્નમાં હાજરી આપવા ગયા હતા. ત્યારે અચાનક જ કારનું એક સાઇરન વાગવાનું શરૂ થયું હતું અને આ સાયરનને બંધ કરવા જતા કારનો દરવાજો ખોલ્યો તો અચાનક જ કારમાં ધડાકાભેર આગ લાગી હતી. પરિવાર કઈ સમજે તે પહેલા જ કાર ભડભડ સળગવા લાગી હતી.

આગ ક્યા કારણોસર લાગી જાણી શકાયું નથી
ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરતા ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો. સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. જો કે કારમાં આગ ક્યા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી.

અંકલેશ્વરથી સુરત લગ્નમાં આવેલા પરિવારની કાર સળગી
સુરત પાલ સોમેશ્વર પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા અંકલેશ્વરના પરિવારની કાર એકાએક સળગી ગઈ હતી. કાર ચાલક ગુંજનભાઈ ગાંધીએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યં કે હું મારા પરિવાર સાથે અંકલેશ્વરથી સુરત ખાતે લગ્નમાં આવ્યો હતો. હું, મારી પત્ની અને બે દીકરીઓ એમ કુલ ચાર લોકો લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. રાત્રે લગભગ 11 વાગ્યા બાદ અમે અંકલેશ્વર પરત જવા માટે નીકળી જ રહ્યા હતા અને આ દરમિયાન જ એકાએક ગાડીનું સાયરન વાગવાનું શરૂ થયું હતું. ત્યારે મે શરૂઆતમાં સાયરનને રિમોટથી બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે બંધ ન થતા મે મેન્યુઅલી ગાડી ખોલીને સાયરન બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે જ સમયે ધડાકાભેર અવાજ આવતા હું ડરીને પાછળ ખસી ગયો હતો. જોતજોતામાં આગ લાગી ગઈ હતી. ફાયર વિભાગ આવે તે પહેલા ગાડી આખી બળીને રાખ થઈ ગઈ હતી.

Most Popular

To Top