સુરત: (Surat) સુરતમાં સરથાણા વિસ્તારમાં રત્નકલાકારે (Diamond Worker) પરિવાર સાથે સામુહિક આપઘાત (Suicide) કરી લેતા સમગ્ર હીરા ઉદ્યોગમાં (Diamond Industries) શોકની લહેર...
વ્યારા: (Vyara) વ્યારા બાયપાસ સુરત તરફ જતા ધોરી માર્ગ ઉપર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પ (Petrol Pump) પાસે ગુરુવારે સાંજે ૫ વાગે ડમ્પર...
અમદાવાદ: ગાંધીનગરના (Gandhinagar) સચિવાલય (Secretariat) ખાતે આવેલી સરકારી ઓફિસોમાં (Government Office) વારંવાર આગની (Fire) ઘટનાઓ બની રહી છે. આજરોજ ગુરુવારે સચિવાલયના બ્લોક...
વલસા: (Valsad) કોઇ પણ પોલીસ મથકે પાર્ક કરેલી કાર કે બાઇકમાંથી પાર્ટ્સની ચોરી (Theft) સામાન્ય રીતે થતી હોય છે, પરંતુ વલસાડ પોલીસ...
ગાંધીનગર : રાજયમાં નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીને (Student) ઓન લાઈન એસટી બસનો (ST Bus) પાસ (Pass) કાઢી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા...
ગાંધીનગર: કર્ણાટકની (Karnataka) વિધાનસભાની ચૂંટણીમાં (Election) કોંગ્રેસને (Congress) મળેલા વિજય બાદ હવે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતમાં (Gujarat) લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કવાયત...
મિયામી: આર્જેન્ટિનાના સોકર સ્ટાર લિયોનેલ મેસીએ (Lionel Messi) બુધવારે જાહેર કર્યું હતું કે તે અમેરિકામાં (America) મેજર લીગ સોકરમાં ઇન્ટર મિયામી (Inter...
નવસારી: (Navsari) નવસારીમાં વિકૃતિનો (Distortion) આનંદ મેળવવાની લ્હાયમાં યુવાનનું ગુપ્તાંગ પ્લાસ્ટીકની બોટલમાં (Plastic Bottle) ફસાઈ ગયું હતું. નવસારી સિવિલ હોસ્પિટલના ડોકટરોએ મહામહેનત...
નવી દિલ્હી: વિર્લ્ડ ટેસ્ટ ચેંપિયનશીપ (WTC) ઈંગ્લેન્ડના (England) ઓવલ મેદાનમાં રમાઈ રહી છે. પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા (Australia) અને ભારત (India) વચ્ચે રમાઈ...
નવી દિલ્હીઃ (New Delhi) એક સપ્તાહના વિલંબ બાદ આખરે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ (Monsoon) ભારતમાં પ્રવેશ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેરળમાં...
લંડન : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final)ની ફાઇનલ મેચ 11 જૂન દરમિયાન લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાનમાં રમાશે. WTCની...
મુંબઈ: બોલિવૂડના (Bollywood) ફેમસ એક્ટર આશિષ વિદ્યાર્થી (AshishVidhyarthi) આ દિવસોમાં ચર્ચામાં છે. આશિષ વિદ્યાર્થીએ ખાસ કરીને તેના બીજા લગ્નને (Wedding) લઈને ઘણી...
મુંબઈઃ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના (NCB) ઈસ્ટ ઝોનના ડાયરેક્ટર સમીર વાનખેડેને (Sameer Wankhede) બોમ્બે હાઈકોર્ટમાંથી...
બિહાર: નાસરીગંજ દાઉદનગર સ્થિત સોન બ્રિજ ખાતે રહેતો 11 વર્ષનો બાળક બુધવારે સવારથી ઘરેથી ગુમ હતો. રંજનની માનસિક હાલત બરાબર ન હતી....
સુરત: ભાજપ (BJP) સામાન્ય રીતે શિસ્તબદ્ધ પક્ષ મનાય છે. આથી તેના નગરસેવકો વિવાદમાં આવે તેવી હરકતોથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. જો...
સુરત: સુરત એરપોર્ટથી સ્પાઇસ જેટ અને એર ઇન્ડિયાના એર ઓપરેશન સમેટાયા પછી ઈન્ડિગો એરલાઈન્સ અને એર એશિયા વચ્ચે એકસમાન રૂટ પર પ્રાઈઝ...
ગાંધીનગર: અરબી સમુદ્રમાં વર્ષ 2023નું પ્રથમ પ્રી-મોન્સુન વાવાઝોડું દિવસેને દિવસે વધુ મજબૂત બની રહ્યું છે. દરિયામાં સર્જાયેલું ડીપ-ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે...
મુંબઈ: દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસ જેવો જ એક કિસ્સો મુંબઈથી સામે આવ્યો છે. અહીં લિવ-ઈનમાં રહેતા વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી અને...
કોઈને માઠું લાગે તેમ બોલવું કે વર્તન કરવું તે ઉપેક્ષા. ઉપેક્ષા એ એક પ્રકારની બેદરકારી, બેપરવાઈ કે લાપરવાઈ કહેવાય. ઉપેક્ષાભાવથી સામેની વ્યક્તિને...
પ્રતીકાત્મક વ્યવહાર માટે યોગ્ય પ્રતીક પ્રસ્તુત થાય છે, જેમ કે અદાલતોમાં ન્યાયની દેવીના પ્રતીકમાં તેના હાથમાં તુલનાદર્શક ત્રાજવું અને આંખ પર પાટો...
ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 દરમિયાનa લેવાયેલ SSC તથા HSC બોર્ડ પરીક્ષામાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઇસ્કૂલમાં...
રોજ રાત્રે રાઘવ થાકેલો પાકેલો ઓફિસેથી આવે, ગમે તેટલું મોડું થયું રાઘવ હાથપગ મોઢું ધોઈને જમવા બેસે અને જમીને રોજ રાત્રે પોતાના...
સુરત: અડાજણમાં રહેતાં એક પરિવારની 11 વર્ષીય દીકરીને ચશ્માના +5.15 જેટલા હેવી નંબર આવતાં પરિવાર ચોંકી ઉઠ્યું છે. દીકરીને લખતી-વાંચતી વેળા આંખમાંથી...
પીવા માટે આપણી પૃથ્વી પર કેવળ વરસાદી જળ જ ઉપલબ્ધ હોય એવા સંજોગોમાં વિવિધ નાનાં-મોટાં જળાશયોનું ખૂબ જ મહત્ત્વ છે. આવાં જળાશયમાં...
મહમ્મદ અલી નામનો એક અમેરિકન બોક્સર હતો. નામ તો તમે સાંભળ્યું હશે. બોક્સિંગમાં તેનું નામ દંતકથારૂપ બની ગયું હતું એટલે તેના ચાહકો...
સુરત : ગોડાદરા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગની પોલ ખુલી છે. રાત્રે સાડા બાર વાગ્યે નાના ભાઈ ઉપર આઠ-દસ લોકોના ટોળાએ તલવાર અને ચપ્પુ...
કોરોના પછી તુરંત તેજીનો અનુભવ કરનાર ભારતમાં ફરી મંદી આકાર લઈ રહી છે. મંદીને કારણે જ વિશ્વ બેંકએ ભારતનો આર્થિક વિકાસ દર...
સુરતઃ સૌરાષ્ટ્રમાં (Saurashtra) ભાજપના (BJP) એક સાંસદ (MP) દ્વારા ભાજપના જ એક મોટા નેતાએ તેની મોટી રકમ ચાઉં કરી હોવાના આક્ષેપો ચર્ચાનો...
સુરતઃ સંયુક્ત રાષ્ટ્રસંઘે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 63મા સત્રમાં તા.8 જૂનને ‘વિશ્વ મહાસાગર દિવસ’ (World Oceans Day) તરીકે જાહેર કર્યો હતો. યુનાઇટેડ નેશનની...
હથોડા: પીપોદરા જીઆઇડીસી (Pipodra GIDC) ખાતે કાળજું કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. પત્નીએ બે પુત્રી સાથે મળી દારૂ ઢીંચીને ઘરમાં કંકાસ કરતા...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સુરત: (Surat) સુરતમાં સરથાણા વિસ્તારમાં રત્નકલાકારે (Diamond Worker) પરિવાર સાથે સામુહિક આપઘાત (Suicide) કરી લેતા સમગ્ર હીરા ઉદ્યોગમાં (Diamond Industries) શોકની લહેર વ્યાપી ગઈ છે. યોગીચોક વિસ્તારમાં રહેતા વિનુ મોરડિયા અને તેમના જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટલ (Hotel) ની પાસે ઝેરી દવા પી લીધી હતી. આર્થિક તંગીને કારણે તેમણે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પરિવારમાં કુલ 6 સભ્યો હતા જેમાંથી ચારના મોત થયા છે. આશ્ચર્યની વાત એ છે કે પરિવારના ચાર સભ્યોએ કેનાલ રોડ પર ઝેરી દવા પી લીધા બાદ વિનુ ભાઈએ તેમના પિતરાઈ ભાઈને ફોન કરીને કહ્યું હતું કે મારો એક દીકરો અને દીકરી ઘરે છે, તેની સંભાળ રાખજો. આ ઘટના બાદ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. બીજી તરફ સુરત ડાયમંડ ઉદ્યોગમાં પણ આના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે.
સરથાણા વિજયનગર સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના રહેવાસી 50 વર્ષીય વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની 47 વર્ષીય પત્ની શારદાબેન, તેમનો 17 વર્ષીય પુત્ર ક્રિશ અને 25 વર્ષીય પુત્રી સેનિતા બધાએ જ ઘરેથી થોડીક દૂર જઈ એકસાથે ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો. જોકે વિનુભાઈના બે સંતાન આ દુર્ઘટનાથી દૂર રહ્યાં હતાં. તેમના ચાર સંતાન છે જેમાંથી બે સંતાનો હાલ ઘરે છે અને દુર્ઘટના સમયે તેઓ પરિવાર સાથે ન હતા. મોટો દીકરો મિત્રની સાથે ગયો હતો અને એક દીકરી માસીના ઘરે ગઈ હતી.
બીજી તરફ ઘટનાની જાણ થતા ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં (Hostipal) ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં ટૂંકી સારવાર બાદ ચારેયના મોત થયા હતા. જણાવી દઈએ કે આપઘાત પહેલાં રત્નાકલાકારે વીડિયોરૂપી સુસાઇડ રેકોર્ડ કરી હતી, જેમાં તે બોલે છે કે હું સારો પતિ, પુત્ર કે પતિ ન બની શક્યો. રત્નકલાકારે દવા પીધા બાદ પિતરાઈને ફોન કરી કહ્યું હતું કે, મારા એક દીકરા અને દીકરીની સંભાળ રાખજે. મળતી માહિતી મુજબ હાલ આર્થિક સંકડામણને કારણે વિનુ મોરડિયાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે આ મામલે પોલીસ તપાસ બાદ જ વધુ તથ્યો સામે આવી શકે તેમ છે.