Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: શહેર નજીકથી પસાર થતા હાઇવે પર જાંબુવા બ્રિજના રોડનું સમારકામ શરૂ કરવામાં આવતા બ્રિજ પર સવારે 7 વાગ્યાથી જ ટ્રાફિકજામ થયો હતો.રાત પડતાં તો આ ટ્રાફિકજામ 10 કિલોમીટર લાંબો થઇ ગયો હતો. જાંબુવા નદી પરના બ્રિજ પર ખાડા પડતા રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેથી અહીં 24 કલાકથી ટ્રાફિકજામ થતાં વાહનચાલકો અટવાઇ ગયા હતા. સવારે પણ ટ્રાફિકજામ યથાવત્ જોવા મળ્યો છે. હાઈવે પરના ટ્રાફિકજામમાં દર્દીને લઈને જઈ રહેલી એક એમ્બ્યુલન્સો પણ ફસાઇ ગઈ હતી. જેના કારણે દર્દીઓનાં સગાઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

વડોદરા પાસે નેશનલ હાઇવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો જાંબુવા બ્રિજથી કપુરાઇ બ્રિજ સુધી ટ્રાફિકજામ થતા લોકો કલાકો સુધી ફસાઇ ગયા હતા. દર વખતે ચોમાસામાં વાહનચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. એક તરફની લેન બંધ કરી દેવામાં આવતા ગઈકાલની જેમ જ સવારે પણ ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી હતી છેલ્લા 24 કલાકથી ટ્રાફિકજામ થતાં વાહનચાલકોને ભારે હાલાકી જોવા મળી હતી.

અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા લોકોને મુશ્કેલી પડી હતી કારણ કે, એક તરફની લેન બંધ કરી દેવામાં આવી છે, જેને કારણે વાહનોની વણજાર લાગી હતી વાહનચાલકો પરેશાન થઈ જતા આક્રોશ વ્યક્ત કર્યો હતો. જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે. જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી અને નીકળે તો ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડું થઈ જાય છે. જાંબુવા બ્રિજ પાસે આવેલી સોસાયટી ના રહીશો તો ટ્રાફિકજામની સમસ્યથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે.

To Top