SURAT

સુરતના નીચાણવાળા વિસ્તારોમાં આ કારણથી પાણી ભરાશે, લોકોએ ગભરાવું નહીં

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાનાં (SMC) હાઈડ્રોલિક વિભાગ ધ્વારા સેન્ટ્રલ ઝોન દક્ષિણ વિભાગમાં આવેલા ગોપીપુરા DMA (District metered area) વોટર સપ્લાય નેટવર્ક અંતર્ગત સમાવિષ્ટ પાર્ટ વિસ્તારોમાં નવા એમડીપીઈ કનેકશનના હાઈડ્રો ટેસ્ટ અને ફલશીંગની (Hydro Test and Flushing) કામગીરી જુન માસમાં કરવામાં આવશે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શક્યતા પાલિકા દ્વારા દર્શાવવામાં આવી છે.

  • સેન્ટ્રલ ઝોનમાં હાઈડ્રો ટેસ્ટ-ફ્લશીંગની કામગીરીને લઈ પાણી ભરાવો થશે: લોકોએ ગભરાવું નહીં
  • સેન્ટ્રલ ઝોનમાં પાણીની લાઈનની સફાઈની રૂટિન કામગીરી જુન માસમાં કરાશે

શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે કોટસફીલ મેઈન રોડ, નવસારી બજાર ચાર રસ્તા, હનુમાન ચાર રસ્તા, શુભાષ ચોક, સંઘાડીયા વાડ, વાડી ફળીયા વગેરે વિસ્તારોમાં નવી નાંખવામાં આવેલી પાણીની લાઈન તથા નવા એમડીપીઈ કનેકશનના હાઈડ્રો ટેસ્ટ અને ફલશીંગની કામગીરી જુન માસમાં કરવામાં આવશે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સંભાવના હોય, સ્થાનિકોને સાવચેતી રાખવા મનપા દ્વારા અપીલ કરાઈ છે.

વોટર સપ્લાય નેટવર્ક અંતર્ગત નવી નાંખવામાં આવેલી પાણીની લાઈનના છેડાઓ પર બનાવવામાં આવેલા વાલ્વ ચેમ્બરોમાંથી લાઈન ફલશીંગ કરવામાં આવશે. લાઈન ફલશીંગ થયા બાદ તબકકાવાર રોડ/સ્ટ્રીટવાઈઝ નવા એમડીપીઈ કનેકશનોના ફલશીંગ કરવામાં આવશે. જેના કારણે નિચાણવાળા અમુક વિસ્તારોમાં આંશિક સમયગાળા માટે પાણીનો ભરાવો થવાની સંભાવના છે. જેથી જાન-માલને નુકશાન ન થાય તે અંગે તકેદારી રાખવા સારૂ સ્થાનિક રહીશો તેમજ દુકાનદારોએ આગોતરુ આયોજન રાખવાનું રહેશે તેમ મનપા દ્વારા જણાવાયું છે. વધુમાં, પાણીની લાઈન તથા નવા એમડીપીઈ કનેકશનના હાઈડ્રો ટેસ્ટ અને ફલશીંગની કામગીરી દરમ્યાન સંજોગોવશાત લીકેજ જણાય તો જેની રીપરીંગ માટે ખોદાણની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

મેટ્રોની મોકાણ : એલ.પી. સવાણી પર લાઇન તૂટતા લાખો લીટર પાણી વેડફાયું
સુરત : શહેરમાં મેટ્રો રેલની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મેટ્રોની કામગીરીને પગલે જીએમઆરસીના કોન્ટ્રાક્ટરો દ્વારા જમીનમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ઘણી જગ્યાએ લાઈનોમાં ભંગાણ થઈ રહ્યા છે. જો કે મેટ્રોનું તંત્ર મનપા સાથે સંકલન નહીં કરતુ હોવાથી મનપાના તંત્રની પળોજણ પણ વધી રહી છે. શનિવારે એલ.પી.સવાણી રોડ પર મેટ્રોની કામગીરીને કારણે પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું. જેને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. આમ છતા મેટ્રોના કર્મચારીઓએ સુરત મનપાને જાણ કરવા સુધ્ધાની તસ્દી લીધી નહોતી. પરંતુ રવિવારે જ્યારે સવારે પાણીની સપ્લાય અપાય ત્યારે રસ્તા પર પાણી ફરી વળતા મનપાના હાઇડ્રોલિક વિભાગને લાઇન તૂટી હોવાની જાણ તથા તુરંત પાણી સપ્લાય અટકાવી દેવી પડી હતી. અને રવિવારની આખી રાતની મહેનત બાદ લાઇન રિપેર થતા છેક બીજા દિવસે પાણી સપ્લાય થઇ શક્યું હતું.

Most Popular

To Top