SURAT

હીરા બુર્સ ખાતે બાઇક પર જતા બે મિત્રોને ડમ્પરે પાછળથી ટક્કર મારી, પાછળ બેસેલા યુવકનું મોત

સુરત: (Surat) ચોર્યાસી તાલુકાના દામકા ગામથી હીરા બુર્સ ખાતે કામ માટે બાઇક (Bike) પર જતા બે મિત્રોની બાઇકને ડમ્પર ડ્રાઈવરે (Driver) પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરમાં પાછળ બેસેલા મિત્રનું મોત નિપજ્યું હતું. ઇચ્છાપોર પોલીસે (Police) ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

  • ઇચ્છાપોરમાં બાઇક પર જતા બે મિત્રોને ડમ્પર ડ્રાઈવરે પાછળથી ટક્કર મારી,પાછળ બેસેલા યુવકનું મોત
  • યશ બે બહેનોનો એકનો એક ભાઈ હતો તેના પિતાનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચોર્યાસી તાલુકાના દામકા ગામમાં દરજી ફળીયામાં રહેતો યશ પટેલ( 19 વર્ષ) ઇચ્છાપોર હીરાબુર્સમાં નોકરી કરતો હતો. યશ પટેલ 7 મી તારીખે તેના મિત્ર સાથે સવારે બાઇક પર નોકરીએ જવા નિકળ્યો હતો. યશનો મિત્ર બાઇક ચલાવતો હતો. યશ પાછળ બેસેલો હતો. ઓએનજીસી સર્કલ પાસે તેઓ પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા ડમ્પરના ડ્રાઇવરે બેદરકારીથી ડમ્પર ચલાવીને યશની બાઈકને ટક્કર મારી હતી. તેથી યશ અને તેના મિત્રો નીચે ફંગોળાયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં યશનું સારવાર દરમિયાન મોતો નિપજ્યું હતું. ઇચ્છાપોર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. યશ બે બહેનોનો એકનો એક ભાઈ હતો. તેના પિતાનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું. ઘરની જવાબદારી યશ પર હતી.

મિત્રએ જ રાત્રિ દરમ્યાન મિત્રની ડસ્ટર ગાડી સળગાવી નાંખી
સુરત : રામજી કનૈયાલાલ યાદવ ઉ. વર્ષ 53 દંધો નકરી રહેવાસી સચીન , સુરત મૂળ વતન દેવરીયા જિલ્લો અયોધ્યા દ્વારા તેમના ઓળખીતા એવા મિત્ર દ્વારા ડસ્ટર ગાડી મધ્યરાત્રિએ સળગાવી મારવામાં આવી હતી. આ મામલે રામજી કનૈયાલાલ યાદવે જણાવ્યુંકે પોતે ગઇ તા. 14 મેના રોજ તેઓના ઘરની સામે ડસ્ટર ગાડી પાર્ક કરી હતી. દરમિયાન રાત્રિના એક વાગ્યે કૂતરાનો ભસવાનો અવાજ આવતા તેઓએ બહાર નીકળીને જોયુતો તેઓની ગાડી સળગતી હતી. આ મામલે વીમા કંપની સરવે માટે આવી હતી. તેઓએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં તેઓના ઓળખીતા એવા સુબોધ રામાણી , રહેવાસી સચીન સ્લમ બોર્ડ દ્વારા તેઓની ડસ્ટર ગાડી પેટ્રોલ નાંખીને સળગાવતા જોયા હતા. આ મામલે સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Most Popular

To Top