SURAT

WTC ફાઈનલ: ત્રીજા દિવસે પહેલી જ ઓવરમાં ભારતે વિકેટ ગુમાવી, રહાણેની ફિફ્ટી

નવી દિલ્હી: ભારતીય ટીમને (IndianCricketTeam) ત્રીજા દિવસની રમતમાં ઝટકો લાગ્યો છે. દિવસની પહેલી જ ઓવરમાં કેએસ ભરત (KSBharat) બોલિંગ કરી ગયો. ભરતને સ્કોટ બોલેન્ડે ક્લીન બોલ્ડ (Bold) કર્યો હતો. ભરતે 15 બોલમાં 5 રન બનાવ્યા હતા.

સતત પડતી વિકેટો વચ્ચે અજિંક્ય રહાણેએ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. રહાણેએ કમિન્સની બોલ પર સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. રહાણેએ 92 બોલની ઈનિંગમાં છ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે. WTC ફાઇનલમાં અડધી સદી ફટકારનાર રહાણે પ્રથમ ભારતીય છે. રહાણેની કારકિર્દીની આ 25મી ફિફ્ટી હતી.

આ અગાઉ બીજા દિવસના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 5 વિકેટે 151 રન બનાવ્યા હતા. આજે રમતના ત્રીજા દિવસે અજિંક્ય રહાણે અને બાકીના ભારતીય બેટ્સમેનો પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા છે. ઓસ્ટ્રેલિયાની (Australia) ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 469 રન બનાવ્યા હતા. સ્મિથ (Smith) 121 અને ટ્રેવિસ હેડ (TravisHead) 163 રને આઉટ થયા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે (MohammedSiraj) સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

Most Popular

To Top