Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઈ: મુંબઈના (Mumbai) બ્રાંદ્રામાં આવેલા એસ્કો કલ્બમાં (Esco Club) શુક્રવારની રાત્રિએ મોટી બબાલ થઈ હતી જેમાં 6 બાઉન્સરોએ (Bouncers) ભેગા મળીને ગ્રાહકોને ઢોર માર માર્યો હતો. ગ્રાહકોને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત કસ્ટમરને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે બ્રાંદ્રા પોલીસે (Police) 6 બાઉન્સર અને ક્લબ મેનેજર સહિત 7 લોકોની ધરપકડ કરી હતી.

  • ઘટના શુક્રવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ ઘટી હતી: ઝોન-9ના ડીસીપી કૃષ્ણકાંત ઉપાધ્યાય
  • શેમ્પેઈનનાં થોડાં છાંટા ઉડ્તા મામલો ગરમાયો
  • એક બાઉન્સરે લોખંડની સ્ટીકથી ગ્રાહકને માર માર્યો હતો
  • લિફ્ટમાં ઉભેલા એક વ્યકિતના કપડા પણ ફાડી નાંખવામાં આવ્યા હતા

એસ્કો ક્લબમાં શુક્રવારની રાત્રિએ 23 લોકોના એક ગ્રુપે ટેબલ બુક કરાવ્યું હતું. તેઓની બાજુમાં જ 10 લોકોનું બીજું એક ગ્રુપ પણ બેઠું હતું. આ સમયે એક ગ્રુપે શેમ્પેઈન ખોલી તો તેનાં થોડાં છાંટા અન્ય ગ્રુપના લોકો પર પડ્યા હતા જેના કારણે બંને ગ્રુપ વચ્ચે બોલાચાલી થઈ હતી.

બંને ગ્રુપ વચ્ચેની બોલાચાલીનો અંત થઈ રહ્યો હતો ત્યારે ક્લબમાં બાઉન્સરોની એન્ટ્રી થઈ હતી અને મામલો બિચક્યો હતો. બાઉન્સરો કશું પૂછ્યા વિના કસ્ટમરો પર તૂટી પડ્યા હતા. એક બાઉન્સરે લોખંડની સ્ટીકથી યુવકને માર માર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે લિફ્ટમાં ઉભેલા એક વ્યકિતના કપડા પણ ફાડી નાંખવામાં આવ્યા હતા અને તેને મુક્કાઓ મારવામાં આવી રહ્યાં હતા.

મુંબઈ પોલીસના ઝોન-9ના ડીસીપી કૃષ્ણકાંત ઉપાધ્યાયે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસને ઘટના અંગેની જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચી હતી અને બાઉન્સરો વિરુદ્ધ ફરિયાદ નોધી તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

To Top