World

હોલિવૂડમાં પણ મોદીના ચાહકો, ગાયિકા મૈરી મિલબેને ભારતનાં રાષ્ટ્રગાન પછી PMના આર્શીવાદ લીધા

નવી દિલ્હી: ભારતના (India) વડાપ્રધાન (PM) મોદી ચાર દિવસ અમેરિકાના (America) સત્તાવાર પ્રવાસે હતા. ત્યાં તેમણે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો તેમજ ઘણી મોટી હસ્તીઓને પણ મળ્યા હતા. વ્હાઈટ હાઉસમાં (White House) તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનરથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતા. પીએમ મોદીની અમેરિકાની યાત્રાના સમાપન આફ્રિકન અમેરિકન અભિનેત્રી અને ગાયિકા મૈરી મિલબેને વોશિંગટન ડીસીમાં રોનાલ્ડ રીગન બિલ્ડિંગમાં ભારતનું રાષ્ટ્રગાન કરી કર્યું હતું. જેને સાંભળીને ત્યાં હાજર લોકોના રુંવાડા ઉભા થઈ ગયા હતા. જન ગણ મન ભારતનું રાષ્ટ્રગાન કર્યા પછી 38 વર્ષીય મિલબેને પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું તેમજ તેમના આર્શીવાદ લીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. પીએમ મોદીએ પણ ભારતના લોકોને સંબોધિત કર્યા હતા.

આંતરરાષ્ટ્રીય ગાયિકા મૈરી મિલબેને મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે હું અહીં આવીને ખૂબ જ સન્માનિત અનુભવ કરી રહી છું. પ્રધાનમંત્રી મોદી એક અદ્ભૂત અને દયાળુ વ્યક્તિ છે. પીએમ મોદીની અમેરિકાની આ સત્તાવાર રાજકીય યાત્રાનો હિસ્સો બનવું મારા માટે સન્માન તેમજ ગર્વની વાત હતી. કાર્યક્રમ પહેલા મિલબેને કહ્યું હતું કે તે ભારતીય રાષ્ટ્રગાન ગાવા માટે બોલાવવા પર ખૂબ જ સન્માન અનુભવી રહી છે. તેણે કહ્યું હતું કે અમેરિકી અને ભારતીય બંને રાષ્ટ્રગાન લોકતંત્ર અને સ્વતંત્રતાના આદર્શોને રજૂ કરે છે. તેણે વધારામાં જણાવ્યું કે આ અમેરિકા ભારત સંબંધોનો અસલી સાર છે. એક સ્વતંત્ર રાષ્ટ્ર ફક્ત સ્વતંત્ર લોકો દ્વારા પરિભાષિત કરી શકાય છે.

ફેમસ ઓફ્રિકી અમેરિકી હોલીવૂડ અભિનેત્રી અને ગાયિકા મૈરી મિલબેન ભારતમાં રાષ્ટ્રગાન જન ગણ મન…અને ઓમ જય જગદીશ હરે… ગાવા માટે લોકપ્રિય છે. તે ભારતમાં પ્રથમ વખત ત્યારે જાણીતી થઈ હતી જ્યારે તેણે 74માં સ્વાતંત્ર્ય દિવસના મોકા પર વર્ચ્યુંઅલી ભારતના રાષ્ટ્રગીત ગાયું હતું. આ પછી તેણે 2020માં દિવાળીના સમયે ઓમ જય જગદીશ હરે ગાતો પોતાનો વીડિયો શેર કર્યો હતો.

Most Popular

To Top