Top News

More Posts

   The Latest

Most Popular

ભરૂચ(Bharuch) : ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહતમાં એક વ્યક્તિ કેમિકલ (Chemical) ભેળવતો વીડિયો (Video) સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિને ગ્લાસમાં ઘેરા રંગનું પ્રવાહી નાંખતા દર્શાવાય છે. ત્યાર બાદ તે વ્યક્તિ પ્રવાહીમાં પાણી ભેળવીને ‘કૃત્રિમ દૂધ’ તૈયાર કરતો દેખાય છે. વીડિયો વાયરલ (Viral Video) કરનારે આ વીડિયો ભરૂચનો હોવાનો દાવો કરે છે, તેના લીધે ભરૂચ પંથકમાં ચકચાર મચી ગઈ હતી. લોકો દૂધ (Milk) ખરીદતા ગભરાવા લાગ્યા હતા, જેના લીધે તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક તપાસ કરી હતી. તપાસમાં જે હકીકત બહાર આવી તે ચોંકાવનારી હતી.

  • લોજિકલ ઇન્ડિયન ફેક્ટ ચેક ટીમે દાવાની ચકાસણી કરતા આખો વીડિયો ખોટો હોવાનું બહાર આવ્યું
  • તપાસમાં કૃત્રિમ દૂધનો નથી,પરંતુ ફિનાઈલ બનાવવાની પ્રક્રિયા છે

ભરૂચ દેશમાં પશુપાલન ક્ષેત્રનો ડેરી વ્યવસાયથી રોજનો અંદાજે ૫૦ કરોડ લીટર દૂધની જરૂરિયાત પૂરી કરે છે. ઓરીજનલ દૂધ અને કૃત્રિમ દૂધ વચ્ચેનો સોશ્યલ મીડિયા પર ચાલતો મેસેજ ભેદરેખા ઉભી કરે છે. જો કે ખોટા વ્યક્તિ દ્વારા કઠિત વીડિયોથી ખોટા મેસેજ વાયરલ થતા ક્યારેક લોકો દૂધ ઉદ્યોગો વિશે સત્ય જાણ્યા વગર આખરે દૂધ પીવાનું બંધ કરી દેતા હોય છે. આ એક વીડિયો એવો વાયરલ થયો છે કે માનવીના શરીર માટે હાનિકારક રસાયણોમાંથી દૂધ કેવી રીતે બને છે.તે બતાવવામાં આવ્યું છે. વીડિયોની શરૂઆત એમ કહીને દેખાડવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિએ આ વીડિયો જોયો હોય તો તે દૂધ પીવાનું બંધ કરી શકે છે. આ વીડિયોમાં ઔદ્યોગિક વિસ્તારનો હોવાથી એક વ્યક્તિને ડાર્ક લિક્વિડ ભેળવતા બતાવે છે. એ વ્યક્તિ કહે છે કે, અન્ય પ્રવાહી સાથે, જે દૂધિયું સફેદ પ્રવાહી મિશ્રણમાં ફેરવાય છે. એ વ્યક્તિ વાર્તાકારની જેમ ઉમેરી કહે છે કે કેમિકલ ક્યાં તો ગરમ છે કે ખતરનાક છે. વ્યક્તિ તેને સાણસી વડે પકડી રાખે છે અને તેમાં પાણી ભેળવીને ‘કૃત્રિમ દૂધ’ બનાવવામાં આવે છે. આ વિડીયો માં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં દુધના એકમાત્ર સપ્લાયર ગાય અને ભેંસ નથી. જે વ્યક્તિ દૂધ શુદ્ધ છે કે કૃત્રિમ છે કે કેમ તપાસ કરી શકે છે.

સમગ્ર વિડીયોને લોજીકલ ઇન્ડિયન ફેક્ટ ચેક ટીમે દાવાની ચકાસણી કરીને ખોટો હોવાનો ઘટસ્ફોટ થયો હતો ભરૂચ ઔદ્યોગિક ઓઈલ સીટી અંકલેશ્વર GIDCમાં લગભગ ૨૦૦૦થી વધુ ઉદ્યોગો આવેલા છે. ઉદ્યોગો જંતુનાશકો, પેઈન્ટ,રસાયણો અને ફાર્માસ્યુટીકલ્સ જેવા ઉત્પાદનો માટે રાસાયણિક અને ઉત્પાદન પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. કઠિત વીડિયો બાબતે ચેક કરતા જે દૂધિયું સફેદ પ્રવાહી મિશ્રણ બનાવવા માટે ઘાટા પ્રવાહી રસાયણમાં પાણી ઉમેરવામાં આવે છે. તે વીડિયો ફિનાઈલની ઘરેલું તૈયારીનો છે. દુધનો નહીં પણ આ ઘરે બનાવેલી ઉપયોગ પ્રક્રિયા માટે સફાઈ વગેરે માટે સફેદ ફિનાઈલ કોન્સન્ટ્રેટ માટેનું છે. પહેલા સોલ્યુશનમાં પાણી ઉમેરે છે. તેના જેવી જ છે. સફેદ ફિનાઈલ માટેનો અર્થ ફિનાઈલ કોન્સન્ટ્રેટ (તુર્કી રેડ ઓઈલ + પાઈન ઓઈલ) અને પાણી ભેળવેલું છે. આ વ્યક્તિ ફિનાઈલ ભેળવી રહી હોય ત્યારે ડ્રમ પર જે પ્રવાહી પડે છે. જે દૂધ જેવું લાગતું નથી. આ વ્યક્તિ પ્રક્રિયામાં સાણસીનો પણ ઉપયોગ કરે છે. જેના માટે સાણસીની આવશ્ક્યતા જરૂર પડતી નથી .લોજિકલ ઇન્ડિયન ફેક્ટ ચેક ટીમે ચકાસણી કરીને વીડિયો ખોટો હોવાનું બહાર આવ્યું છે. આ બાબતે કૃત્રિમ દૂધનો નથી,પરંતુ ફિનાઈલ બનાવવાની પ્રક્રિયા છે. જેથી વીડિયોનો દાવો ખોટો સાબિત થયો છે.

ભલે વાયરલ થયેલો વીડિયો ખોટો છતાં એ વાત નકારી નહીં શકાય કે ભારતમાં ૬૮.૭ ટકા દૂધ ભેળસેળયુક્ત: એનીમલ વેલ્ફેર બોર્ડ
ભરૂચનો વાયરલ થયેલો વીડિયો ખોટો હોય તો પણ ભારત દેશમાં દુધમાં ભેળસેળ એ વાસ્તવિક સમસ્યા છે. કન્ઝયુમર ગાઇડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયાના ૨૦૨૦ના અભ્યાસ મુજબ મહારાષ્ટ્રમાં ઉપલબ્ધ ૭૯ ટકા દૂધ ભેળસેળયુક્ત હોય છે.ધ હિન્દુ દ્વારા અહેવાલમાં એનીમલ વેલ્ફેર બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા ૨૦૧૮ના અભ્યાસ મુજબ,ભારતમાં ૬૮.૭ ટકા દૂધ અને દુધની આડપેદાશ ઉત્પાદનમાં પ્રદુષિત ઘટકોનો સમાવેશ થાય છે.

To Top