Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: સરથાણા વિસ્તારમાં ટોબેકોની (Tobaco) દુકાનમાં થયેલી ઘરફોડ ચોરીના બે આરોપીને ક્રાઈમ બ્રાંચે (Crimebranch) શનિવારે (Saturday) ઝડપી પાડ્યા હતા. આરોપીઓ લક્ઝુરિયસ કાર (Car) ભાડે લઈ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં રેકી કરતા હતા. અને મોટા ભાગે સી.એ.ની ઓફિસને (C.A Office) ટાર્ગેટ કરી બારીની ગ્રીલ ખોલી ઘરફોડ ચોરી કરે છે. તેમજ બંધ ઓફિસ તેમજ ટોબેકોની દુકાનનાં શટર તોડી ચોરી કરતા હતા.

ક્રાઈમ બ્રાંચની ટીમને લસકાણા મેઈન રોડ નજીક ટોબેકોની દુકાનમાં થયેલી ચોરીના આરોપી છુપાયા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી આરોપી વૈભવ ઉમેદ સાંકરિયા તથા રાહુલ સોમા ઠાકોરને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી હુન્ડાઇ સેન્ટાફે કાર નં.(GJ-01-RH-8745)માં પ્લાસ્ટિકના થેલાઓમાં પાન-મસાલા, સીગારેટ, સોપારી તથા ટોબેકોનો માલ-સામાન તેમજ એક્સેસ મોપેડ કબજે કરાયાં હતાં. આરોપીની પૂછપરછ કરતાં વૈભવ ઉમેદ સાંકરિયાએ જણાવ્યું હતું કે, પોતે તેના મિત્ર રાહુલ ઠાકોર અને જિગ્નેશ રાઠોડે મળી સુરત શહેરમા ટોબેકોના દુકાનમાંથી ચોરી કરવાનું નક્કી કર્યું હતું. ચોરી કરતાં પહેલાં ચોરીની મોપેડ પર ગોપાલ સેલ્સ એજન્સી નામની દુકાનની બનાવના દિવસે બપોરના સમયે રેકી કરી હતી. એ જ દિવસે હુન્ડાઇ સેન્ટાફી કાર ભાડેથી રાખી હતી. અને રાત્રે ગોપાલ સેલ્સ એજન્સી નામની ટોબેકોના દુકાનના શટરનો નકૂચો તોડી જિગ્નેશ રાઠોડ અને રાહુલ ઠાકોરે પાના વડે શટરના તાળાં તોડ્યાં હતાં. તેમાંથી જુદી જુદી કંપનીની સીગારેટ, પાન-મસાલા, તમાકુ સહિતના માલની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીની બ્રાન્ડેડ સીગારેટ, સોપારી તથા પાન-મસાલા, તમાકુનો મળી કુલ 1.89 લાખનો માલ, કાર, મોપેડ મળી કુલ 17.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી મોપેડ ચોરી ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી
એકાદ મહિના પહેલાં સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી એક બ્લ્યુ કલરની સુઝુકી એક્સેસ મોપેડ નં.(GJ-05-SC-0851)ની ચોરી કરી હતી. તે મોપેડમાં રાહુલની એક્સેસ મોપેડના રજિસ્ટ્રેશન નં.(GJ-05-PH-3260)ની પ્લેટ લગાવી ઉપયોગ કરાતો હતો. ત્રણેય આરોપી આ મોપેડ લઇ લસકાણા વિસ્તારમાં ગયા હતા.

પકડાયેલા આરોપીઓ રીઢા ઘરફોડિયા
વૈભવ ઉમેદ સાંકરિયા વિરુદ્ધ ભૂતકાળમાં કાપોદ્રા, સરથાણા, પુણા, અમરોલીમાં ઘરફોડનો ગુનો નોંધાયો હતો. તથા વડોદરા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પાસા પણ થયા હતા. રાહુલ ઠાકોર રિક્ષા ચલાવતો હતો. તેની સામે પણ કાપોદ્રા, પુણા અને અમરોલી પોલીસમાં ઘરફોડ ચોરીની ફરિયાદો નોંધાઈ હતી.

To Top