Madhya Gujarat

મલેકપુરથી દીવડા કોલોની માર્ગ પર જોખમી ઝાડ હટાવવા માંગણી

આણંદ : લુણાવાડાથી દીવડા કોલોની વચ્ચે આવેલા સુકા વૃક્ષો કાપવામાં તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. મલેકપુરથી દીવડા કોલોની સુધી આવતા રસ્તાની બન્ને બાજુએ આવેલા 900 ઉપરાંત વૃક્ષો કટિંગ માટે તંત્ર દ્વારા મંજુરી માગવામાં આવી છે. જેમા માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગમાં સંકલનના અભાવે આ કામગીરી ખોરંભે પડી હોવાનું જોવા મળી રહ્યુ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ માર્ગની બન્ને બાજુ ખરેખર જે વૃક્ષો સુકા અને અકસ્માત સર્જે તેવા છે તેમને પણ તંત્ર દ્વારા દુર કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. આ માર્ગ ઉપર મલેકપુરથી સંઘરી વચ્ચે આવેલા 50 જેટલા સૂકા વૃક્ષોને કારણે ભુતકાળમાં ઘણા અકસ્માતો સર્જાય ચુક્યા છે. જેમાં વાહન ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ પણ પામ્યા છે અને ઘણા વાહનોને મોટું નુકસાન થયું હતું. આગામી દિવસોમાં ચોમાસુ આવી રહ્યું છે ત્યારે વાવાઝોડામાં આ સુકા અને જોખમી વૃક્ષો ગમે ત્યારે પોતાનું અસ્તિત્વ ગુમાવી દેતા વાહન અને વાહન ચાલકો માટે અકસ્માત સર્જી શકે છે.

Most Popular

To Top