National

રાષ્ટ્રપતિની ચુંટણીમાં બસપાનું દ્રૌપદી મુર્મુને સમર્થન, વિરોધ પક્ષો ભીંસમાં મુકાયા

નવી દિલ્હી: બહુજન સમાજ પાર્ટી (BSP) એ રાષ્ટ્રપતિ(president)ની ચૂંટણી(Election)માં સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu)ને સમર્થન(Support) આપવાની જાહેરાત કરી છે. માયાવતી(Mayavati)એ કહ્યું છે કે અમે પાર્ટી અને આંદોલનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુને તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના આદિવાસી કાર્ડે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમર્થનના મુદ્દે વિરોધ પક્ષો(Opposition parties)ને પણ ભીંસમાં મૂક્યા છે.

પાર્ટી અને આંદોલનને ધ્યાનમાં રાખીને સમર્થન આપવા નિર્ણય કર્યો: માયાવતી
ઓડિશાના આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુએ વિપક્ષી છાવણીમાં ખળભળાટ મચાવ્યો છે. બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ દ્રૌપદી મુર્મુને સમર્થન જાહેર કર્યું છે. યુપીની રાજધાની લખનૌમાં બસપાના વડા માયાવતીએ જાહેરાત કરી કે અમે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. બસપાના વડા માયાવતીએ આખરે જાહેરાત કરી કે અમે અમારી પાર્ટી અને આંદોલનને ધ્યાનમાં રાખીને દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ માયાવતીની આ જાહેરાતને એનડીએના ઉમેદવાર દ્વારા વિપક્ષી છાવણીમાં ખાડાની શરૂઆત માનવામાં આવી રહી છે.

જેએમએમની બેઠકમાં સમર્થન અંગે નિર્ણય લેવામાં આવશે
ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ની પણ આજે બેઠક થવાની છે. આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમર્થન અંગે નિર્ણય લેવાનો છે. એવું માનવામાં આવે છે કે જેએમએમ દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાની જાહેરાત પણ કરી શકે છે. જેએમએમનો બેઝ વોટ પણ આદિવાસી સમુદાયનો છે અને એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ પોતે પણ આદિવાસી સમુદાયમાંથી આવે છે. ઓડિશાના શાસક બીજુ જનતા દળે દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.

સોનિયા પાસે માંગ્યું હતું સમર્થન
એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ એક દિવસ પહેલા એટલે કે 24 જૂને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. દ્રૌપદી મુર્મુએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવાર અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે પણ વાત કરી અને સમર્થન માંગ્યું હતું.

18મી જુલાઈએ મતદાન થશે, 21મી જુલાઈએ મતગણતરી
દેશના આગામી રાષ્ટ્રપતિની પસંદગી માટે 18 જુલાઈએ મતદાન થવાનું છે. મતગણતરી 21 જુલાઈના રોજ થશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા દેશના આગામી રાષ્ટ્રપતિને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

Most Popular

To Top