Science & Technology

‘NTPC લિમિટેડ’એ કાર્યરત કરેલો સૌર ઊર્જામાંથી વિદ્યુત ઊર્જા મેળવવાનો પ્રોજેકટ 25 મેગાવોટની ક્ષમતા ધરાવે છે

‘NTPC’ લિમિટેડે વિશાખાપટ્ટનમમાં અત્યાર સુધીના સૌથી મોટા ‘સોલર ફોટોવોલ્ટેક’ (સૌર ઊર્જામાંથી વિદ્યુત ઊર્જા મેળવી આપતા) તરતા પ્લાન્ટની સ્થાપના કરી છે. તે સીમહાઇડ્રી થર્મલ પાવરસ્ટેશન જળાશય પરનો 25 મેગાવોટનો પ્રોજેકટ છે. સૌર ઊર્જાના સહારે વિદ્યુત ઊર્જા મેળવવાનો એવો પ્રોજેકટ છે જેની ફલેક્સિબલ [પરિવર્તનશીલ] સ્કીમ હેઠળ સ્થાપના કરવામાં આવી છે.

ભારતના આર્મીએ સિક્કિમમાં સૌર ઊર્જા પ્લાન્ટ શરૂ કર્યો
ભારતના આર્મીએ સિક્કિમમાં સૂર્યની ઉષ્મા ઊર્જાનો ઉપયોગ કરીને તેમાંથી ઇલેક્ટ્રિસીટી મેળવવાના પ્લાન્ટની સ્થાપના કરી છે. આ સ્થાપના ભારતના આર્મીના લાભાર્થે કરવામાં આવી છે. આ પ્લાન્ટ ‘વેનેડીઅમ બેટરી ટેકનોલોજી’નો ઉપયોગ કરે છે. આ વેનેડીઅમ એ આધુનિક આવર્ત કોષ્ટકમાં 60મા ક્રમે આવેલું તત્ત્વ છે. તેનો પરમાણુભાર 144.242 છે.

‘ગ્લોબલ વિન્ડ રીપોર્ટ’ (વૈશ્વિક પવન ઊર્જા અહેવાલ) શું જણાવે છે?
‘ગ્લોબલ વિન્ડ રીપોર્ટ’ (વૈશ્વિક પવન ઊર્જા અહેવાલ, વર્ષ 2021)ને ‘વૈશ્વિક પવન ઊર્જા કાઉન્સિલ’ દ્વારા માર્ચ 25, 2021ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ભલેને વર્ષ 2020 એ પવન ઊર્જા માટે એક વિક્રમરૂપ વર્ષ રહ્યું હતું તેમ છતાં પણ આ અહેવાલ ચેતવણી આપે છે કે આવનારા દશકામાં પવન ઊર્જાને સહારે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવાની ક્ષમતાને તે અત્યારે છે તેના કરતાં ત્રણ ગણી વધારવી જોઇએ. જેથી હવામાન અંગેનો લક્ષ્યાંક સર કરી શકાય અને આજકાલ વૈશ્વિક તાપમાનમાં જે વધારો થઇ રહ્યો છે, તે તાપમાનના વધારાને ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં જે સરેરાશ વૈશ્વિક તાપમાન હતું તેના કરતાં 2 ડિગ્રી સે. વધારાની મર્યાદામાં રાખી શકાય.

વર્ષ 2020માં ઇલેક્ટ્રિસિટીથી ચાલતી 30 લાખ કરોડની નોંધણી કરવામાં આવી હતી.
વર્ષ 2030માં ભારતમાં ઇલેક્ટ્રિસિટીથી ચાલનાર વાહનોમાં દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનો વધારે હશે. આ અહેવાલ એમ જણાવે છે કે તે વખતે ઇલેક્ટ્રિસિટીથી ચાલતા વાહનોમાં દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનો વધારે હશે. આ અહેવાલ એમ પણ જણાવે છે કે તે વખતે ઇલેકટ્રીસીટીથી ચાલતી બસોનું પ્રમાણ ઓછું હશે. તે વખતે વેચનારા કુલ વાહનોમાંથી ઇલેક્ટ્રિસિટીથી ચાલતી બસોનું પ્રમાણ ઓછું હશે. તે વખતે વેચાનારા કુલ વાહનોમાંથી ઇલેક્ટ્રિસિટીથી ચાલતી બસોનું વેચાણ ફકત 15% હશે. તેની પાછળનું કારણ ‘ફેઇમ II’ સ્કીમ હેઠળ દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોનું સરળ રજીસ્ટ્રેશન હશે. આ અહેવાલ એમ પણ જણાવે છે કે અત્યાર સુધીમાં ‘ફેઇમ II’ સ્કીમ હેઠળ ફાળવવામાં આવેલા નાણાંના
ફકત 3% નાણાં 30,000 વાહનો માટે ખર્ચવામાં આવ્યા છે.

ભારતમાં પુન:પ્રાપ્ય ઊર્જાની પરિસ્થિતિ કેવી છે?
ભારતની ઇલેક્ટ્રિસિટી મેળવવાની ક્ષમતા 373 ગીગાવોટ એટલે કે 3 લાખ 73 હજાર મેગાવોટ છે, જેમાંથી 62% વિદ્યુત ઊર્જા કોલસો બાળીને વિદ્યુત મેળવી આપતા થર્મલ પાવર સ્ટેશનોમાંથી આવે છે. વળી 12.2 %  જળ વિદ્યુત (બંધો પરથી પાણીને ઊંચાઇએથી પડવા દઇને ઉત્પન્ન કરવામાં આવતી વિદ્યુત) છે. 1.8%  અણુ ઊર્જામાંથી મેળવવામાં આવતી ઇલેક્ટ્રિસિટી છે અને 24% પુન: પ્રાપ્ય ઊર્જા જેવી કે પવનઊર્જા, સૌરઊર્જા, બાયોમાસ(જૈવ દ્રવ્ય)માંથી અને અન્ય પુન: પ્રાપ્ય સ્ત્રોતોમાંથી મેળવવામાં આવતી વિદ્યુત છે. ભારતમાં પુન:પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવવામાં આવતી કુલ વિદ્યુત ઊર્જામાં પવન ઊર્જામાંથી મેળવવામાં આવતી ઇલેક્ટ્રિસિટીનો ફાળો 43% છે. ભારત હાલમાં પુન:પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોમાંથી 89 ગીગાવોટ (89000 મેગાવોટ) વિદ્યુત મેળવે છે.

વિજ્ઞાનીઓએ કાર્બન ડાયોકસાઇડને સપડાવી શકે અને તેને સૌર બળતણમાં ફેરવી શકે તેવી પ્રણાલી વિકસિત કરી.
પ્રકાશસંશ્લેષણ એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિઓ મૂળિયા વાટે શોષેલા પાણી અને પાંદડાંઓ મારફતે શ્વાસમાં લીધેલા કાર્બન ડાયોકસાઇની મદદથી પાંદડાંઓમાં પોતાનો જે ખોરાક બનાવે છે તે પ્રક્રિયા. વાત એમ છે કે વિજ્ઞાન સંબંધી સંશોધન માટેના ‘સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્સ રીસર્ચ’ કેન્દ્રે એક એવી પ્રણાલી વિકસિત કરી છે કે જે હવામાંના કાર્બન ડાયોકસાઇડને સપડાવી શકે છે અને તેને સૌર બળતણમાં ફેરવી શકે છે. આ પ્રક્રિયાને તેમણે ‘કૃત્રિમ પ્રકાશસંશ્લેષણ’ નામ આપ્યું છે. આ કૃત્રિમ પ્રકાશસંશ્લેષણ સૌર ઊર્જાને હારનેસ કરીને આજકાલ અશ્મિ બળતણોના દહનને પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં જે ઇમિશનો જમા થઇ રહ્યા છે, તે ઇમિશનોની પ્રતિકૂળ અસરોને ઓછી કરે છે અને સપડાવેલા કાર્બન ડાયોકસાઇડનું કાર્બન મોનોકસાઇડમાં રૂપાંતર કરે છે. જે કાર્બન મોનોકસાઇડને આંતર દહન એન્જિનોમાં બળતણ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે.

દક્ષિણ અંદામાન ટાપુમાં ઉત્પન્ન કરવામાં આવતી સૌર વિદ્યુતનો સુપેરે ઉપયોગ થઇ શકે તે માટે જાપાને 4 અબજ 2 કરોડ યેનની (2 અબજ 5 કરોડ રૂપિયાની) ગ્રાન્ટ મંજૂર કરી.
અંદામાન અને નિકોબાર ટાપુઓમાં વિકાસ પ્રોજેકટમાં અત્યાર સુધીની સૌથી પહેલી સત્તાવાર સહાયના એક ભાગરૂપે જાપાને 4 અબજ 2 કરોડ યેન (ભારતીય ચલણ મુજબ 2 અબજ 5 કરોડ રૂપિયા)ની ગ્રાન્ટને મંજૂરી aઆપી છે. આ ગ્રાન્ટને આ ટાપુઓમાં વીજ પુરવઠાની નિરંતર અને સાતત્યપૂર્ણ પરિસ્થિતિમાં સુધારો આવે તે માટે મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ ત્યાં સૌર ઊર્જામાંથી જે વિદ્યુત ઊર્જા મેળવવામાં આવશે, તે વિદ્યુત ઊર્જાના બહેતર ઉપયોગ માટે પ્રણાલી સ્ટેબિલાઇઝર મેળવવા માટે કરવામાં આવશે.

અમેરિકાએ ક્રીમસન સોલર(સૌર)પાવર પ્રોજેકટને મંજૂરી આપી
અમેરિકાએ હમણાં જ 55 કરોડ ડોલરના ક્રીમસન સૌરપાવર પ્રોજેકટને મંજૂરી આપી છે. આ પ્રોજેકટ 87,500 ઘરોને સૌર ઊર્જાને સહારે મેળવેલી ઇલેક્ટ્રિસિટી પૂરી પાડશે. આ પ્રોજેકટની સ્થાપના કેલિફોર્નિયાના રણ(ડેઝર્ટ ઓફ કેલિફોર્નિયા)માં કરવામાં આવશે. આ પ્રોજેકટનું સ્થળ બ્લાઇધની પશ્ચિમે 13 માઇલ દૂર આવેલું છે.

ભારતમાં વીજ વપરાશનું પ્રમાણ વધ્યું છે.
ભારતમાં વીજ વપરાશનું પ્રમાણ ડિસેમ્બર 2020ના પહેલા પખવાડિયા દરમ્યાન 4.8%  જેટલું વધીને 50 અબજ 36 કરોડ યુનિટ થયું હતું, જે સરકારની માહિતી મુજબ આર્થિક પ્રવૃત્તિમાં થઇ રહેલા વધારામાં સુસંગતતા (એકધારો વધારો) દર્શાવે છે. વિદ્યુત પાવર મંત્રાલયે આપેલી માહિતી મુજબ ડિસેમ્બર, 2020ના પહેલા પખવાડિયા (ડિસેમ્બર 1 થી ડિસેમ્બર 15) દરમ્યાન વીજ વપરાશ 48 અબજ 4 કરોડ યુનિટ નોંધાયો હતો. સમગ્ર ડિસેમ્બર માસ વર્ષ 2020 દરમ્યાન વીજ વપરાશ 101 અબજ 8 યુનિટ જેટલો રહ્યો હતો. આમ, ડિસેમ્બર માસના પાછલા પખવાડિયા દરમ્યાન વીજ વપરાશ વધેલો જોવા મળ્યો હતો. આવા નિરંતર રીતે વધી રહેલા વીજ વપરાશને પહોંચી વળવા માટે પુન: પ્રાપ્ત ઊર્જા સ્ત્રોતો જેવા કે સૌર ઊર્જા, પવન ઊર્જા, બાયોમાસ ઊર્જાના સહારે વિદ્યુત ઊર્જા મેળવવાની જરૂરિયાત પર ભાર મૂકવાની આવશ્યકતા છે.

વર્ષ 2020માં પવન ઊર્જાના સહારે મેળવવામાં આવતી વિદ્યુતમાં 90% નો, જયારે સૌર ઊર્જાની મદદથી મેળવવામાં આવતી વિદ્યુતમાં 50% નો વધારો નોંધાયો
આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીએ તેનો ‘વર્ષ 2021 પુન:પ્રાપ્ય ઊર્જા અપડેટ’ અહેવાલ રજૂ કર્યો છે. આ ઊર્જા એજન્સીએ વૈશ્વિક સ્તર પર પવન ઊર્જા અને સૌર ઊર્જા અંગેની પોતાની આગાહીમાં 25 % વધારાનો અંદાજ મૂકયો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2020 સુધીમાં 280 ગીગાવોટ એટલે કે 2 લાખ 80 હજાર મેગાવોટની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 2019ની સરખામણીએ આ 45 મેગાવોટનો વધારો છે. વર્ષ 2020માં જે 45% નો વધારો નોંધાયો તે છેલ્લા ત્રણ દશકાનો સૌથી મોટો વધારો છે. પવન ઊર્જાની મદદથી મેળવવામાં આવતી ઇલેક્ટ્રિસિટીમાં 90% નો જયારે સૌર ઊર્જાને સહારે મેળવવામાં આવતા પાવર(ફોટો વોલ્ટેક)માં 50 %નો વધારો નોંધાયો છે.

Most Popular

To Top