Dakshin Gujarat

ઓલપાડના કારેલીમાં ટેમ્પો અડફેટે માસૂમ બાળકીનું મોત

દેલાડ: મૂળ મહિસાગરના સંજય શંકર બરજોડ (ઉં.વ.૨૪) છેલ્લા આઠ મહિનાથી ઓલપાડના (Olpad) કારેલીની મધુવન રેસિડેન્સીમાં જીવરાજભાઈના મકાનમાં ભાડેથી (Rent) રહે છે અને ટેક્સટાઈલ (Textile) ખાતામાં કામ કરી પોતાના પરિવારનું (Family) ગુજરાન ચલાવે છે. તા.૨૩/૩/૨૦૨૨ના રોજ સવારે દશ કલાકની આસપાસ સંજયભાઈની નાની પુત્રી રિયાંશી મકાન નં-૧૬૮માં રહેતા કનુભાઈ લાલાભાઈ પરમારના ઘરઆંગણે રમતી હતી. એ દરમિયાન કનુભાઈએ બોલેરો પિકઅપ ટેમ્પો નં.(જીજે-૧૭-યુયુ-૫૪૮૧) ચાલુ કરી રિવર્સ મારતા હતા, ત્યારે ટેમ્પો પાછળ રમતી રિયાંશીને ગાડીનું પાછળનું ડોલું માથાના ભાગે લાગતાં માસૂમ બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી. આથી રિયાંશીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આથી સંજયભાઈએ બેદરકારી અને નિષ્કાળજીપૂર્વક ગાડી રિવર્સ લેતાં કનુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં ઘટનાની વધુ તપાસ અ.હે.કો. નિતેશભાઈ બી.પણદા કરી રહ્યા છે.

સરભોણની બેક ઓફ બરોડાની મહિલા મેનેજરની કારને ટ્રક સાથે અકસ્માત
પલસાણા: સરભોણ ગામે આવેલી એક બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતી મહિલાને પલસાણાના તારાજ નજીક અકસ્માત નડ્યો હતો. આ મહિલા મેનેજર સુરતથી સરભોણ આવી રહી હતી, એ સમયે એક ટ્રકના ચાલકે કારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. મહિલાને ઇજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ પલસાણા તાલુકાના તારાજ ગામની સીમમાંથી પસાર થતી એક કારને ટ્રકચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ મહિલા બારડોલીના સરભોણ ગામે આવેલ બેન્ક ઓફ બરોડામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. મહિલા સવારે પોતાની કાર નં.(જીજે-05-આરએમ-0033) લઈ સુરતથી સરભોણ આવવા નીકળી હતી. એ દરમિયાન તારાજ ગામની સીમમાં એક ટ્રકચાલકે કારને ટક્કર મારતાં કાર ડિવાઇડર સાથે ભટકાયા બાદ પલટી ગઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં આ મહિલાને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ સ્થળ ઉપર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top