Gujarat

વિધાનસભામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં અધ્યક્ષ ડૉ નીમાબેન આચાર્ય રડી પડ્યા

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બુધવારે શહીદ વીરોને ભાવભીની શ્રદ્ધાંજલિ પર્ણ કરવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં વિધાનસભાના અધ્યક્ષ ડૉ નીમાબેન ભાવુક થઈ જવા સાથે રડી પડ્યા હતા. યુવા ક્રાંતિવીરો વીર ભગતસિંહ, શિવરામ રાજગુરૂ તથા સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ગૃહમાં મૌન રાખવામાં આવ્યું હતું.

મહેસુલ મંત્રી રાજેન્દ્રિ ત્રિવેદીએ વિધાનસભામાં યુવા ક્રાંતિવીરો વીર ભગતસિંહ, શિવરામ રાજગુરૂ તથા સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રસ્તાવ રજુ કર્યો હતો. ત્રિવેદીએ કહ્યું હતું કે 8મી એપ્રેલ 1929ના રોજ ત્રેણેય વીરોએ સેન્ટ્રલ લેજીસ્લેટિવ એસેમ્બલી પર બોમ્બ ફેંકયા હતા એટલું જ નહીં ઈન્કલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. વીર ભગતસિંહ, રાજગુરૂ તથા સુખદેરની ધરપકડ કરાઈ હતી. તેમની પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તા.23મી માર્ચ 1931ના રોજ તેઓને લાહોર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ બલિદાનથી પ્રેરાઈને દેશભરમાં લોકો આઝાદી માટે આગળ આવ્યા હતા. મહેસુલ મંત્રી ઉપરાંત વિપક્ષના નેતા સુખરામ રાઠવા તથા સત્તાધારી ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ ત્રણેય વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Most Popular

To Top