Gujarat

નડિયાદ અને પોરબંદર માટે ખુશખબરી, ગુજરાત સરકાર આપશે બે નગરપાલિકાને મનપાનો દરજ્જો

ગાંધીનગર: વિધાનસભામાં (Assembly) એક જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં વધુ બે મહાનગર પાલિકાનો (Metropolitan Municipality) સમાવેશ થશે. પોરબંદર-છાયા (PorbandarChaya) અને નડિયાદની (Nadiad) નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. ગુજરાત સરકારે (Gujarat Govt.) ગત બીજી ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં રાજ્યમાં વધુ સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. હવે બજેટ સત્રમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વધુ બે નગરપાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે.

કનુભાઇ દેસાઇએ કરેલી જાહેરાત મુજબ પોરબંદર-છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. દરમિયાન નાણાંમંત્રીએ પંકજ દેસાઈની પણ રજૂઆતને ધ્યાનમાં લીધી હતી. તેમજ નાણાંમંત્રી કનુ દેસાઈએ જાહેરાતમાં તેમનો ઉલ્લેખ કર્યો હતો. જે બદલ પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો. રાજ્યમાં હાલમાં 8 મહાનગર પાલિકા અસ્તિત્વમાં છે.

આ 8 મહાનગર પાલિકામાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ, ગાંધીનગર, ભાવનગરનો સમાવેશ થાય છે. ત્યાર બાદ ગુજરાત સરકારે ગત બીજી ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં રાજ્યમાં વધુ સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર/વઢવાણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે બજેટ સત્રમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વધુ બે નગરપાલિકાઓને મહાનગર પાલિકા તરીકે જાહેર કરી છે.

કનુંભાઈ દેસાઈએ કરી મોટી જાહેરાત
ગાંધીનગરમાં હાલમાં ચાલી રહેલા બજેટ સત્રમાં નાણાંમંત્રી કનુંભાઈ દેસાઈએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામા આવશે. તેમણે પોરબંદર – છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરી છે.

અગાઉ આણંદ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો અપાતા નડિયાદ નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી માંગ કરવામા આવી હતી. ત્યારે આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરતા નડિયાદવાસીઓમાં ખુશીની લહેર પ્રસરી છે.

નડિયાદને ‘મનપા’નો દરજ્જો ન મળતા જે તે સમયે ભારે નારાજગી સાથે વિરોધ થયો હતો
નડિયાદ નગરપાલિકાની હાલની વસ્તી પ્રમાણે મહાનગરપાલિકા બનવા માટે સક્ષમ છે. ત્યારે રાજ્ય સરકારે આજે નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. અગાઉ જ્યારે સાત નગરપાલિકાને મહાનગરપાલિકાની જાહેરાત કરાઈ તેમાં આણંદ સહિતની નગરપાલિકાઓનો સમાવેશ થયો હતો.

જો પડોશી જિલ્લો આણંદ નગરપાલિકામાંથી ‘મનપા’ ધરાવતો બન્યો તો નડિયાદ તો વર્ષો જૂનું શહેર છે. ખેડા જિલ્લાનું નડિયાદ શહેર એક સમયે રાજકીય એપી સેન્ટર હતું. ત્યારે નડિયાદને ‘મનપા’નો દરજ્જો ન મળતા જે તે સમયે ભારે નારાજગી સાથે વિરોધ થયો હતો. તેમજ નડિયાદને મહાનગરપાલિકા બનાવવાની ચોમેરથી માંગ ઉઠી હતી.

Most Popular

To Top