National

ભગવંત માને કોંગ્રેસને કહી ‘જૂની ફિયાટ કાર’, રાહુલ ગાંધીની યાત્રાથી પણ નારાજ

પંજાબ: પંજાબના (Punjab) સીએમ ભગવંત માને (CM Bhagwant Mann) વિધાનસભામાં (Assembly) રાજ્યપાલના સંબોધનમાં વિક્ષેપ પાડવા બદલ પંજાબ કોંગ્રેસના સભ્યોની ભારે ટીકા કરી હતી. તેમણે ગુસ્સામાં કોંગ્રેસ પાર્ટીની (Congress Pass) સરખામણી જૂની ફિયાટ કાર (Old fiat car) સાથે કરી હતી. આ સાથે સીએમ માને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રા પર પણ સવાલો ઉઠાવ્યા છે.

વિધાનસભામાં વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા અને સીએમ ભગવંત માન વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. હાલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિપક્ષી ગઠબંધનનો હિસ્સો છે. જે પંજાબ સિવાય દેશના અન્ય રાજ્યોમાં સાથે મળીને ચૂંટણી લડશે. તેમજ આ કારણે બંને પાર્ટીઓમાં ભાતૃભાવ જોવા મળ્યો હતો. પરંતુ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં રાજ્યપાલના સંબોધનમાં વિક્ષેપ પાડવા બદલ કોંગ્રેસની ટીકા કરતા રાજકારણ ગરમાયું છે.

જૂની ફિયાટ કાર
સીએમ માને કહ્યું કે અખિલેશ યાદવે તેમને કહ્યું હતું કે કોંગ્રેસ અપડેટ થઈ ગઈ છે. યુપીમાં 1 સીટ માંગી રહી છે. અખિલેશે શું કહ્યું તેનો ઉલ્લેખ કરતા માને કહ્યું કે કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. પરંતુ સાડા નવ વર્ષ પહેલા તેમનું અવસાન થયું હતું. માને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે તેઓ બસ આટલા જ જાગૃત છે. માને વધુમાં કહ્યું કે વાસ્તવમાં કોંગ્રેસ ફિયાટ કારના જૂના મોડલ જેવી છે જેને અપડેટ કરી શકાતી નથી.

રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું
પંજાબના સીએમ ભગવંત માને રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે સંસદના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા છત્તીસગઢના પ્રવાસમાં વ્યસ્ત હતા. માનએ કહ્યું કે વડાપ્રધાન બજેટ સત્ર દરમિયાન પણ સંબોધન કરવાના હતા. પરંતુ તેમના (કોંગ્રેસ) મુખ્ય વક્તા છત્તીસગઢના જંગલોમાં ફરતા હતા. ખબર નથી કે તે કઈ સફર લઈ રહ્યા હતા?

CMએ સ્પીકરને તાળું આપીને કહ્યું કે વિપક્ષ ભાગી ન જાય
ભગવંત માને સ્પીકરને એક નાનું તાળું રજૂ કર્યું અને કહ્યું કે ગૃહના દરવાજા પર તાળું અને ચાવીઓ રાખવા જોઈએ જેથી વિપક્ષ બહાર જઈને અહીં બેસીને સત્ય સાંભળી ન શકે. તેમણે કહ્યું કે રાજ્યપાલનું ભાષણ પણ પૂરુ ન થવા દેવામાં આવ્યું કારણ કે તેઓ સત્ય બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે વિપક્ષ બહાના બનાવીને ભાગવાનો પ્રયાસ કરશે. પરંતુ તેમને ભાગવા દેવા જોઈએ નહીં. આનાથી વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા નારાજ થયા હતા.

Most Popular

To Top