Charchapatra

ઓફ લાઈન / ઓન લાઈન – કચેરીમાં હેલ્પ ડેસ્ક પણ જરૂરી !

લોકડાઉન પછી સરકાર ઘ્વારા ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના  ( Faceless Administration ) વિવિધ પ્રકારની સરકારી અર્ધ સરકારી કચેરીઓની સેવાઓ મળી શકે તે અંગે  ઓન લાઈન સેવાનાં ઉપયોગ થકી લાગતી વળગતી સંબંધિત કચેરીઓની વિવિધ પ્રકારની સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે.

આમ  સેવાઓ ઓન લાઈન થવાથી  કાર્યપદ્ધતિ ઝડપી,સરળ અને પારદર્શક બનશે એવો ખોટો અને પોકળ દાવો સરકાર કરે છે, પણ વહીવટીય તંત્ર સહિત રાજકારણમાં  પેસી ગયેલો કહેવાતો ભ્રષ્ટાચાર ક્યારે  દૂર થશે !?  તેની રાજ્ય તથા કેન્દ્ર સરકાર ખાત્રી આપતી નથી, ખેર, હાલ ઓનલાઈન સેવા અને કથિત ભ્રષ્ટાચારની ચર્ચા બાજુએ પડતી મૂકીએ અને મૂળે મુદ્દલે…મજકુર ઓનલાઈન સેવાનાં જાણકાર અને  નિષ્ણાત કેટલા !? 70% અભણ, અબુધ વર્ગ છે !

તેવા વર્ગને ઓનલાઈન કરવામાં અગવડતા હોય યા પછી કાબૂ બહારના સંજોગો હોય તો તે માટે સરકારે તેના લાગતા વળગતા સંબંધકર્તા હરકોઈ વિભાગોમાં હેલ્પ ડેસ્કની સગવડ સુવિધા ઉભી કરેલ છે કે નહીં !?

કે જેથી કરીને હેલ્પ ડેસ્કની સહાયથી પણ ઓનલાઈન કરી શકાય, ઓન લાઈન સેવા આરંભ કરતા પહેલા સરકારના દરેકે દરેક વિભાગોમાં હેલ્પ ડેસ્કની સુવિધા અને સગવડ માટે 4 – 4 કર્મચારીઓની ફાળવણી / નિયુક્તિ  પણ, સંબંધિત કચેરીએ પોતપોતાના સરકારી કામકાજ માટે આવતા નાગરિકો / અરજદારોને મદદરુપ થવા સારૂની પણ જોગવાઈ વ્યવસ્થા તાકીદે થવી જ ખૂબ જરૂરી અને અનિવાર્ય રહેલી  છે,અલબત્ત ઓનલાઈન સેવાની સાથે સાથે અલગથી જુદી  ઑફ લાઈન ફિઝિકલ સેવા પણ અભણો અને અજ્ઞાતો  માટે હયાત અને કાર્યરત રહેવી જોઈએ !

સુરત   -સુનીલ રા.બર્મન-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top