Madhya Gujarat

ગામોમાં રાત્રિના સમયે ડ્રોન ઉડતા જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું

ગોધરા: ગોધરા અને શહેરા તાલુકાના મોરવા રેણા સહિત આજુબાજુ ના ગામોમાં રાત્રિના સમયે ડ્રોન ઉડતા જોવા મળતા ગામલોકોમાં કુતૂહલ સર્જાયું હતું. સાથે અનેક સવાલો લોકો માંથી આ જોવા મળતા દ્રશ્યો પરથી ઉઠતા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ બાબતે તપાસ હાથધરી છે. ગોધરા તાલુકાના ગ્રામીણ વિસ્તાર નદીસર ટુવા, ટીંબા , ઉદલપુર સહિત અનેક ગામોમાં તેમજ શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી દરમિયાન ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા.

તાલુકાના વાડી, વલ્લવપુર, પોયડા, ઊંજડા અને વકતાપુરા સહિત અનેક ગામોમાં રાત્રી ના સમયે ડ્રોન ઉડતા જોવા મળતા સ્થાનિકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ ફેલાયો છે. આકાશ મા ડ્રોન ઉડતા જોવા મળ્યાની વાતને લઈ રાત્રી દરમ્યાન સ્થાનિક ગામલોકો પણ એકઠા થયા હતા, તો સોમવારની રાત્રિએ જોવા મળેલા ઉડતા ડ્રોનના વિડીયો અને ફોટા પણ વાયરલ થયા છે. ઉલ્લેખનિય થે કે છેલ્લા એક સપ્તાહથી માત્ર રાત્રીના જ સમયે શહેરા તેમજ ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉડતા ડ્રોન જોવા મળતા આ સમગ્ર મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથધરી છે.

Most Popular

To Top