Gujarat

મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીકથી ચાર શંકાસ્પદ કાશ્મીરી યુવકોની ધરપકડ

અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) મોટેરા (Motera) વિસ્તારમાંથી ગઈકાલે મોડી રાત્રે શહેર ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે ચાર કાશ્મીરી યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આવતીકાલે મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત (India) અને ન્યૂઝીલેન્ડ (New Zealand) વચ્ચે ટી- 20 મેચ રમાનાર છે.

તા. 1લી ફેબ્રુઆરી-23ના રોજ શહેરના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 મેચ રમાનાર છે. આ મેચને લઈ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે, અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બીજી તરફ ગઈકાલે મોડી રાત્રે શહેર ક્રાઈમ બ્રાન્ચે મોટેરા વિસ્તારમાં સ્ટેડિયમ નજીકથી શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે ચાર કાશ્મીરી યુવકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આ ચારે કાશ્મીરી યુવકો શા માટે સ્ટેડિયમ પાસે આવ્યા હતા ? તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

Most Popular

To Top