Surat Main

સુરત સિવિલમાં વર્ગ ત્રણ-ચાર કર્મચારીઓને હડતાળ યથાવત, સિવિલમાં કામગીરી ખોરવાઇ

સુરત (Surat): કોરોનાના (Corona virus/ Covid-19) કેસ હવે ઓછા થયા છે. બધાનું ધ્યાન રસીકરણ પ્રક્રિયા પર છે. એવામાં છેલ્લા કેયલાક દિવસથી સિવિલમાં (New Civil Hospital, Surat) વર્ગ ત્રણ અને ચારના કર્મચારીો હડતાળ પર ઉતર્યા છે. આ કર્મચારીઓની કોઇ ખાસ માંગ નથી. એમનું હડતાળ પર ઉતરવાનું કારણ એ છે કે એમને છેલ્લા બે મહિનાઓથી એમનો પગાર આપવામાં આવ્યો નથી. આ હડતાળ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી છે. છતાં તેમની સમસ્યાનું સમાધાન આવ્યુ નથી. જણાવી દઇએ કે હડતાળના કારણે સિવિલની કામગીરી પર ચોકક્સ અસર પડી છે.

એ ડદ સુધી કે દર્દીઓને તેમના પરિવાર જનોએ જાતે જ સ્ટ્રેચર પર લઇ જવાની ફરજ પડી છે. આપણે સહુ જાણીે છીએ કે છેલ્લા મહિનામાં રાજ્યના ઘણઆ ઇન્ટર્ન ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતા. તેમની કટલીક માંગ સ્ટાઇપન્ડ વધારવાની અને અન્ય કેટલીક હતી. આપણે બધા જ જઆમીએ છીએ કે કેરોનાના સમયમાં જો આપણે આ જંગ જીતી શક્યા હોય તો એનો ઘણઓ બધો શ્રેય આરોગ્ય કર્મીઓ અને તેમની નિસ્વાર્થ સેવાને જાય છે. મહિનાઓ સુધી જીવલેણ રોગ સામે સતત સેવા આપ્યા પછી પમ જો એમને આવુ જ વેઠવુ પડતુ હોય તો નિષ્ફળતા ાપણી છે.

સિવિલના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓએ જણાવ્યુ છે કે કોન્ટ્રાકટર ખાલી તારીખ આપ્યા કરે છે. પણ પગાર આપતા નથી. એટલે કંટાળીને તેમને હડતાળ પર ઉતરવાની ફરજ પડી છે. પગાર તો કોઇપણ કર્મચારીનો સામાન્ય અધિકાર છે, વળી બે મહિના સુધી જડો પગાર ન મળે લોકો ઘર કેવી રીતે ચલાવે? શું આવા સામાન્ય મુદ્દાઓ કોન્ટ્રાકટર અને તંત્ર નથી સમજી શકતા? પગાર જેવી બાબત માટે પણ કર્મચારીઓએ લડત ાપવાની ફરજ પડે એ યોગ્ય છે ખરૂં?

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 50 હજારને પાર કરી 50071 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1130 થયો છે. ગત રોજ શહેરમાંથી 100 અને જિલ્લામાંથી 40 દર્દી મળી 140 કોરોના પોઝિટિવ દર્દીઓ મંગળવારે કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 47907 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

બીજી બાજુ શહેર જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. શહેર જિલ્લાનો રિકવરી રેટ 95.67% પર પહોંચી ગયો છે. જ્યારે એક્ટિવ 1034માંથી માત્ર 198 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top