Charchapatra

ઋતુચક્ર પરિવર્તન સાથે કદમ મિલાવવા જરૂરી

દર વર્ષે ભાદરવા માસમાં ઓતરા ચિતરાનો બાળી નાખતો ઉગ્ર તાપ અનુભવાતો હોય છે. આ તાપથી પાકને ફાયદો થાય છે અને ભેજ સુકાય છે. ભાદરવો ઋતુ રોગચાળાની ઋતુ ગણાય છે. પરંતુ ચાલુ વર્ષે ભાદરવો જાણે મોડે થયો છે. ભાદરવા માસમાં આકરા તાપના બદલે મુશળધાર વરસાદનો અનુભવ થયો તે ઋતુચક્ર બદલાવનું કારણ છે. વૈજ્ઞાનિકોની આગાહી છે કે આગામી 50 વર્ષોમાં દરિયા કાંઠાનાં શહેરો દરિયામાં ગરકાવ થઇ જશે. અતિ વાયુપ્રદૂષણના કારણે આ ઋતુચક્રમાં પરિવર્તન થઇ રહ્યું છે.

મોટા મોટા કારખાનાઓ, મિસાઇલ્સ, વિમાનો,સ્ટીમરો, ટ્રેઇનો વ.માંથી છુટતો કાર્બન ડાયકોસાઇડના પરિણામે ગ્લેશિયરો ઓગળવા લાગ્યા છે. વાહનોનો વપરાશ ખૂબ વધ્યો છે. કાઠિયાવાડી ભાષામાં કહીએ તો સ્કૂટરો અને રીક્ષાઓ હાલતા ઠેબે ચડે છે. જો વાહનોના વપરાશ પર નિયંત્રણ મુકાયું તો વાયુપ્રદૂષણમાં ઘટાડો થાય. તે માટે જાહેર પરિવહન વ્વયસ્થા નિયમિત અને સમયબધ્ધ હોવી જોઇએ. ગુજરાતનાં અનેક શહેરોમાં શહેરી બસ સેવા બંધ થઇ ગઇ છે. નાના મોટા દરેક શહેરમાં સીટી બસ સેવા ચાલુ થાય તો વાહન વપરાશ નિયંત્રણમાં આવે.
પાલનપુર          – અશ્વિન ન. કારીઆ        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top