Madhya Gujarat

દાહોદ શહેરવાસીઓમાં દશેરાનો અનેરો ઉત્સાહ

દાહોદ: માં આદ્યશક્તિના નવ દિવસના નોરતા સંપન્ન થતાં દશમે દિવસે દશેરાની ઉજવણી કરવા દાહોદ શહેરવાસીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. દર વર્ષે દાહોદ શહેરમાં નાના મોટા વિસ્તારોમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો પરંતુ કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષ દરમ્યાન રાવણ દહનના કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યાં હતાં ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહદઅંશે આ વર્ષે નિયમોમાં છુટછાટ અપાતાં દાહોદ શહેરમાં માત્ર પરેલ ફ્રિલેન્ડગંજ વિસ્તાર ખાતેજ રાવણ દહન કાર્યક્રમ યોજાનાર છે જ્યારે અન્ય સ્થળોએ રાવણ દહનનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સ્વાદપ્રિય એવી દાહોદની જનતા દશેરાના દિવસે જલેબી – ફાફડાની પણ મીજબાની માણી દશેરાની આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહ પુર્વક ઉજવણી કરવા તલપાપડ થઈ રહ્યાં છે.

નવરાત્રીના આઠમા નોરતે આઠમના દિવસે દાહોદ શહેરના નીજ માતાજીના મંદિરોમાં આઠમના યજ્ઞો પણ યોજાયા હતાં. આ ઉપરાંત માંઈ ભક્તોએ પોતપોતાના ઘરે પણ યજ્ઞો, પુજા,અર્ચના કરી માતાજીની શ્રધ્ધાભેર આરાધના કરી હતી. નવરાત્રીના નવ દિવસ સુધી માંઈ ભક્તોએ માતાજીની પુજા, અર્ચના કરી માં અંબેની રિઝવવાનો પ્રયાસ કર્યાેં હતાં. આ વખતે દાહોદ શહેરમાં શેરી ગરબાએ ખાસુ આકર્ષણું કેન્દ્ર જમાવ્યું હતું. ખૈલયાઓ લાંબા સમય બાદ મન મુકીને ગરબામાં છુમ્યાં હતાં. જાેત જાેતામાં નવરાત્રીના નવ દિવસ પુર્ણ થતાં આજે દશેરાનો તહેવાર હોઈ દાહોદ શહેરવાસીઓએ દશેરા પર્વની પણ ધામધમુથી ઉજવણી કરવા તૈયારીઓ કરી હતી. ફરસાણની દુકાનોમાં ફાફડા – જલેબીના સ્ટોલો લાગી ગયાં હતા.   

Most Popular

To Top