Dakshin Gujarat

નેશનલ હાઈવે નં-48 પર દારૂની રેલમછેલ, ચીખલી અને બોરીયાચ ટોલનાકા પરથી મળી આવ્યો દારૂ

નવસારી: (Navsari) નેશનલ હાઇવે નં. 48 (National Highway No.48) ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી એલ.સી.બી. (LCB) પોલીસે 25 હજારના વિદેશી દારૂ (Foreign Liquor) ભરેલી કાર સાથે 3ને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનાર સહીત 2ને વોન્ટેડ (Wanted) જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

  • બોરીયાચ ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 ઝડપાયા
  • દારૂ ભરાવનાર અને મંગાવનાર સહીત 2ને વોન્ટેડ જાહેર કરાયા

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી એક ઇકો કાર (નં. જીજે-15-સીએલ-0589) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 25,800 રૂપિયાની વિદેશી દારૂની 237 નંગ બાટલીઓ મળી આવતા સુરતના પલસાણા તાલુકાના કડોદરામાં રહેતા પ્રદીપ સંતોષભાઈ સિંગ, અને હાલ સુરત કડોદરામાં રહેતા જોગસિંહ શંભુસિંહ રાઠોડ તેમજ હાલ સેલવાસ બાવીસ ફળીયામાં રહેતા પપ્પુ શ્રીદ્વારકા યાદવને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સેલવાસના અનિલ નામના ઇસમે દારૂ ભરાવી આપ્યો હતો અને સુરતના કીમમાં રહેતો સંતોષસિંગ નામના ઇસમે દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે અનિલ અને સંતોષસિંગને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 3 લાખના કાર, 10,500 રૂપિયાના 2 મોબાઈલ અને રોકડા 500 રૂપિયા મળી કુલ્લે 3,36,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

ચીખલી હાઈવે પરથી પ્લાસ્ટિકના દાણાના બેગની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો
ઘેજ : ચીખલી પોલીસે થાલા નેશનલ હાઈવે પરથી પ્લાસ્ટિકના દાણાના બેગની આડમાં લઇ જવાતો બે લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 13.82 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકને ઝડપી પાડી બેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ રાત્રિ દરમ્યાન બાતમીના આધારે પીએસઆઈ સમીરભાઈ કડીવાલા સહિતના સ્ટાફે વોચ ગોઠવી થાલા ગામની સીમમાં નેશનલ હાઈવે પરથી આઈસર ટેમ્પો નંબર જીજે-10-ડબલ્યુ-6205ને અટકાવી તપાસ કરી હતી. જેમાં પ્લાસ્ટિકના દાણાની બેગની આડમાં સંતાડેલો વિદેશી દારૂની બોટલ નંગ 252નો 2,01,600 રૂપિયાનો જથ્થો મળી આવતા તેની સાથે પ્લાસ્ટિકના દાણાની બેગ નંગ 200નો 4,75,000 રૂપિયાનો તથા ટેમ્પાની કિંમત સાત લાખ મળી કુલ 13,82,600  રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કરણ ધીરૂભાઈ ખોડા (શાંતિધામ સોસાયટી વેરાવળ સાપર તા. કોટડા સાંધાણી જી. રાજકોટ)ને ઝડપી લઇ દારૂનો જથ્થો ભરી આપનાર મહેશ પટેલ (રહે વાપી વેસ્ટનની બાજુમાં દમણ ચોકડી પાસે તા. પારડી, જી. વલસાડ) મંગાવનાર યજ્ઞેશ ઉર્ફે લાલો અડા વ્યાસ (રહે. સડક પીપળીયા)ને વોન્ટે જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top