Dakshin Gujarat

નવસારીમાં ફોર્ચ્યુનર ચાલકને ઝોકું આવતા બસ સાથે થયો ગમખ્વાર અકસ્માત, 9 લોકોનાં મોત

નવસારી: નવસારી જિલ્લાના નેશનલ હાઈવે પર શનિવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પર શનિવારે સવારે ફોર્ચ્યુનર કાર અને લક્ઝરી બસ વચ્ચેની ભીષણ અથડામણમાં નવ લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નવસારી જિલ્લામાં આજે વહેલી સવારે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં વર્ષનો છેલ્લો દિવસ 9 લોકો માટે કાળ બન્યો હતો. વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુંનરના ચાલકને ઝોકું આવી જતા કાર ડીવાઈડર કુદી ગઈ હતી અને અમદાવાદના પ્રમુખસ્વામી નગરમાંથી પરત ફરી રહેલી બસ સાથે જોરદાર રીતે ટક્ક થઈ ગઈ હતી. જેથી બસના ચાલકને હાર્ટ-એટેક આવી ગયો હતો. આ અકસ્માતમાં ફોર્ચ્યુંનરમાં સવાર 9 પૈકી 8 લોકોના તેમજ બસમાં સવાર એક મુસાફરનું મોત થતા કુલ 9 લોકોના મોત થયા હતા. જ્યારે 30 જેટલા લોકોને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

ફોર્ચ્યુનર કાર ડિવાઇડર કૂદી સામે આવતી બસ સાથે અથડાઈ
મળતી માહિતી મુજબ લકઝરી બસ અમદાવાદથી વલસાડ જઈ રહી હતી. ત્યારે બસ નેશનલ હાઈવે પર નવસારી જિલ્લાના વેસવાણ ગામ પાસે પહોંચી હતી. ત્યારે સામેથી આવતી ફોર્ચ્યુનર કાર ડિવાઇડર કૂદી બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ફોર્ચ્યુનર કારના ભૂક્કા થઈ ગયા હતા, અને બસના આગળના ભાગ દબાઈ ગયો હતો.

હાઈવે પર ચીચીયારી ગુંજી ઉઠી
જ્યારે આ ઘટના બની ત્યારે હાઈવે પર ચીચીયારીથી ગૂંજી ઉઠ્યો હતો. ભયાનક અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પોલીસને અકસ્માતની જાણ કરી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બસ-કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ નવ લોકોને મૃત જાહેર કર્યા હતા. તમામ નવ મૃતકો ફોર્ચ્યુનરમાં મુસાફરી કરી રહ્યા હતા. કહેવાય છે કે ફોર્ચ્યુનર કાર ડિવાઈડર ઓળંગીને રોંગ સાઈડમાં આવીને સામેથી આવતી લક્ઝરી બસ સાથે અથડાઈ હતી.

અકસ્માત દરમિયાન ડ્રાઈવરને આવ્યો હાર્ટ-એટેક
મળતી માહિતી અનુસાર લકઝરી બસ અમદાવાદથી વલસાડ જઈ રહી હતી. બસ અને કારનો એકસ્માત એટલો જોરદાર હતો કે બસના ડ્રાઈવરને હાર્ટ-એટેક આવી ગયો હતો. ભયાનક અકસ્માતમાં બસમાં સવાર 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ પોલીસની મદદથી બંને વાહનોમાંથી મુસાફરોને બહાર કાઢી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ ફોર્ચ્યુનરમાં સવાર 9 લોકોને મૃત જાહેર કર્યા હતા.

આ અકસ્માતમાં 32 લોકો ઘાયલ
આ અકસ્માતમાં બસ-કારમાં સવાર 32 લોકો પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. 32 ઇજાગ્રસ્તો પૈકી 17ની ગંભીર હાલતને જોતા તબીબોએ તેઓને સારી સારવાર માટે વલસાડ રીફર કર્યા હતા. એક ઘાયલને સુરત રીફર કરવામાં આવ્યો છે. અન્ય 14 ઘાયલોની સારવાર નવસારીમાં જ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનો મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી છે અને દવાની કંપનીમાં કામ કરે છે.

પીએમ મોદીએ સહાયની જાહેરાત કરી
આ ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. વડાપ્રધાન મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમજ 2 લાખની સહાયની જાહેરાત કરી છે.

Most Popular

To Top